મોરબીમાં રવિવારે પુસ્તક પરબ : ક્રોસિંગ ગર્લ પુસ્તકનો પરિચય અપાશે

- text


પુસ્તક પરબ દ્વારા નગરજનોને વાંચન માટે વિનામૂલ્યે પુસ્તકો અપાશે

મોરબી : મોરબીમાં પુસ્તક પરબ દ્વારા સરદાર બાગ ખાતે આગામી તા.૬ ને રવિવારના રોજ પુસ્તક પરબ યોજાશે જેમાં ક્રોસિંગ ગર્લ પુસ્તકના પરિચય કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે.

- text

મોરબીમાં શનાળા રોડ પર આવેલા સરદાર બાગ ખાતે પુસ્તક પરબ દ્વારા આગામી તા.૬ ને રવિવારના રોજ સવારે ૯ થી ૧૧:૩૦ દરમિયાન પુસ્તક પરબ ભરાશે. આ તકે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રવિ વિરપરીયા લિખિત ક્રોસિંગ ગર્લ પુસ્તકનો પરિચય આપવામાં આવશે. ઉપરાંત સંસ્થા પાસે ઉપલબ્ધ પુસ્તકોમાંથી લોકો કોઈ પણ પુસ્તક વાંચન માટે વિનામુલ્યે લઈ જઈ શકશે. આ કાર્યક્રમમાં પધારવા નગરજનોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text