મોરબીના જેતપર ગામેથી વાહનચોર ઝડપાયો

- text


એસઓજી ટીમે ૫ ચોરાવ મોટર સાયકલ સાથે ઉઠાવગીરને ઝડપી લીધો

મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામેથી એસઓજી ટીમે બાતમીને આધારે વાહન ઉઠાવગીર શખ્સને પાંચ ચોરાવ મોટર સાયકલ સાથે ઝડપી લીધો હતો.

મોરબી જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ મોરબી એસઓજી પોલીસ ઈન્સપેક્ટર એસ. એન.સાટીની સુચના મુજબ એસ.ઓ.જી સ્ટાફના એ.એસ.આઇ. અનીલભાઇ ભટ્ટ તથા પો. હેડ કોન્સ.ફારૂકભાઇ યાકુબભાઇ, પો.કો. નરેન્દ્રર્સિહ, ધર્મેન્દ્રભાઇ સહિતનો સ્ટાફ મોરબી તાલુકા પો.સ્ટે.વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમિયાન પો.હેડ.કોન્સ. ફારૂકભાઇ તથા એ.એસ.આઇ. અનીલભાઇને મળેલ હકિકત આધારે કિશોરભાઇ બચુભાઇ બળોધરા જાતે કોળી ઉ.વ.૨૮ ધંધો છુટક મજુરી રહે. જેતપર જી.ઇ.બી. પાછળ ચકમપર જવાના કાચા રસ્તે તા.જી. મોરબી મુળ રહે. જોગડ તા,હળવદ જિ,મો૨બી વાળાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાને છુપાવેલ ચોરીના મોટર સાયકલ-૩ તથા પોતે વેચાણ આપેલ ચોરીના મોટર સાયકલ – ર જે સાહેદોએ રજુ કરતા કુલ-પ મોટરસાયકલ અંગેના અધાર પુરાવા હોયતો રજુ કરવાનુ કહેતા રજૂ કરેલ ન હતા.

- text

વધુમાં ઉપરોક્ત ૫-મો.સા.કુલ કિ રૂ. ૯૦,૦૦૦/પોતાને પોતાના મીત્ર હરેશભાઇ અનુભાઇ ચૌહાણ જાતે કોળી રહે. જનતા પ્લોટ ગોરડીયા એપાર્ટમેન્ટ પાછળ મહુવા જિલ્લા ભાવનગર હાલ રહે. જેતપર તથા પાવડીયારી વાળાએ જુદી જુદી જગ્યાએથી ચોરી કરી વેચાણ/નિકાલ કરવા આપેલ હોવાનુ જણાવતા સી.આર.પી.સી. ૧૦૨ મુજબ કબ્જે કરી મજકુર કિશોર બચુભાઇ કોળીને ઘોરણસર અટક કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપેલ છે

- text