મોરબીમાં સત્સંગ સમાજ આયોજિત ઉપનિષદ કથા સંપન્ન

- text


હજારો લોકોએ કથા શ્રવણનો અમૂલ્ય લાભ લીધો: વ્યસપીઠેથી વ્યસનમુક્તિ અને દેશભક્તિના સંદેશાઓ અપાયા

મોરબી: મોરબીના રવાપર ધૂનડા રોડ પર આવેલા વેલકમ ગ્રાઉન્ડ ખાતે મોરબી સત્સંગ સમાજ આયોજિત ઉપનિષદ કથાનું સંપન્ન થઈ છે. કથામાં સત્સંગ વિકાસ, વ્યસનમુક્તિ, તેંમજ દેશભક્તિ સહિતના સંદેશાઓ આપવામાં આવ્યા હતા. કથા શ્રવણ માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.

- text

મોરબીના સત્સંગ સમાજ દ્વારા તા.૨૩ થી ૨૯ સુધી ઉપનિષદ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપનિષદ કથામાં પ્રવચન આપતા કથાકાર સંસ્કૃતાચાર્ય સતએ જણાવ્યું કે આધ્યાત્મિક માર્ગે વળવા માટે દરેક વ્યક્તિએ ગીતાના શ્લોક અને પાઠોનું પઠન અવશ્ય કરવું જોઈએ. જોકે સતા અને સંપત્તિથી અસત્ય ઢંકાઈ જાય છે. આખી દુનિયાની સંસ્કૃતિ કરતા ભારત દેશની સંસ્કૃતિ મહાન છે. પરંતુ તેનું પતન થઈ રહ્યું હોવાનું જણાય રહ્યું છે. આ પતનનું મૂળ કારણ વ્યસન જેવા દુર્ગુણો છે.

વધુમાં તેઓએ જણાવ્યું કે સમાજમાં નાનાથી માંડી મોટી વયના ઘણા વ્યક્તિઓમાં વ્યસનની બદી ઘર કરી ગઈ છે. માણસ દૂર રહે તો સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકે છે. માટે વ્યસનને સદાય તિલાંજલિ આપી દેવી જોઈએ. એકલુ શિક્ષણ મહત્વનું નથી. શિક્ષણની સાથે સંસ્કારોનું ઘડતર અને સિંચન થવું જોઈએ તોજ ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહેશે.

- text