હડમતિયા ગામમાં ચાલે છે અનોખું પક્ષીઓની સેવાનું અભિયાન

- text


વર્ષોથી ગ્રામજનો દ્વારા ચાલી આવતી પક્ષીઓની ચણ ઉઘરાવવાની પરંપરા : હનુમાન જયંતીના પવિત્ર દિવસે ગામની ધુન મંડળીઅે ઘેર ઘેર જઈ પક્ષીઅો માટે ઉઘરાવી ચણ

હડમતીયા : ટંકારા તાલુકાના હડમતિયા ગામમાં દર વર્ષે ખેડૂતોને રવીપાકની સિઝનના અંતે નવા ઘઉંની મબલખ આવક થતા જ ગામની ” ધુન મંડળી ” ની વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ગલીએ ગલીએ અને ઘેર ઘેર ધુન મંડળીના સભ્યો તેમજ સેવાભાવી ગ્રામજનો સાઝ સાથે રામધુન બોલીને અબોલ પક્ષીઓની ચણ ઉઘરાવીને અબોલ પક્ષીઅો પ્રત્યેની ઉમદા સેવાનું ઉદાહરણ પુરુ પાડે છે. હાલ પુથ્વી પર લુપ્ત થતી પ્રજાતીને કુદરતના ખોળે ધરતી પર વિહરતી અને મધુર કલરવ કરતી રાખવા પક્ષીપ્રેમીઅોની આ સેવા સમાજને અેક નવો રાહ બતાવતી જોવા મળે છે.
હમેંશા માણસ માત્રને બંધનના સિમાડા જરુર નડતા હોય છે પણ આવા અબોલ પક્ષીઓને કોઇ સિમાડા હોતા નથી.એટલે તો એક સુંદર મજાનું પર્યાવરણ અને પક્ષીઓ પ્રત્યેનું સુંદર ગીત દરેકના હોઠ પર ગુુંજતું જોવા મળે છે.. ” પંછી, નદિયા, પવન કે જોકે ઇન્હે સરહદ ના કહી રોકે..સરહદ ઇન્સાનો કે લિયે હૈં
સોચો તુમ ઔર મેંને ઇન્સાન હોકર કિયા પાયા હૈં..”
સાથે હનુમાન જયંતીના પવિત્ર દિવસે અબોલ પક્ષીઅોની ચણ તેમજ મહાવીર બજરંગબલીની ખંડિત થયેલ મુર્તિની વાજતે-ગાજતે ભુદેવોની શાસ્ત્રોક્ત વિધિ દ્રારા પુજન-હવન કરીને મહાવીર બજરંગબલીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામા આવી હતી અને રાત્રે સુંદરકાંડ, ધુનની પણ કરવામાં આવશે.

- text

- text