આ યુવાનો રાત્રે ફ્રી થઈને બનાવે છે ચકલીના માળા : અત્યાર સુધીમાં ૪૩ હજાર માળા બનાવ્યા

- text


મોરબીના લક્કી ગ્રુપનું પ્રશંસનીય કાર્ય : રોજ રાત્રે નવરાશની પળોમાં માળા બનાવી સમયનો સદ્ઉપયોગ કરે છે : દિલ્હી પંજાબ મુંબઈ-અમદાવાદ ઉપરાંત અમેરિકામાં પણ માળા પહોંચાડ્યા

મોરબી : ઘણા યુવાનો કામ ધંધામાંથી ફ્રી થઈને નવરાશની પળો મોજ-મસ્તીમાં પસાર કરે છે. ત્યારે મોરબીમાં એક એવા યુવાન મિત્રોનું ગ્રુપ છે કે જે કામમાંથી ફ્રી થયા બાદ અને રજાના દિવસો હોય તે સમય માત્ર ને માત્ર ચકલીને લુપ્ત થતી બચાવવાના પ્રયાસોમાં વ્યતીત કરે છે. આ યુવાન મિત્રો કામ માંથી રાત્રે ક્રી થાય ત્યારે ચકલીના માળા બનાવે છે અને બાદમાં તેનું વિતરણ કરે છે. અત્યાર સુધીમાં આ ગ્રૂપે ૪૩ હજારથી વધુ માળા બનાવીને તેનું વિતરણ કરી નાખ્યું છે.

મોરબીનું લક્કી ગ્રુપ અન્ય લોકો માટે પ્રેરણા રૂપ છે. ગ્રુપ દ્વારા નવરાશના સમયમાં ચકલીના માળા બનાવવાની પ્રવૃત્તિ કરવામાં આવે છે.
ઉપરાંત લક્કી ગ્રુપ રવિવારની રજાના દિવસોમાં ગામે ગામે જઈને માળા બાંધે છે. આ ગ્રૂપના યુવાનોએ અત્યાર સુધીમાં ૪૦ હજાર જેટલા ચકલીના માળાઓનું વિતરણ કર્યું છે.

- text

પાંચ વર્ષ પહેલાં આ યુવાન મિત્રોને ચકલી બચાવો અભિયાન શરૂ કરવાની પ્રેરણા મળી હતી તે વખતે ઘોડાસરા મોહિતે તેની સ્પેર પાર્ટસની દુકાનમાં ચકલીને આવતા જોઈ હતી. તે જોઈને તેમને પ્રેરણા મળી કે હાલમાં ચકલીઓનું બહુ ઓછી જોવા મળે છે તેમને મનમાં વિચાર્યું કે ચકલીઓ બચાવવા માટે કંઈક કરવું જોઈએ તે પછી તેમણે મિત્રોને વાત કરી ને પછી શરૂ થયું ચકલી બચાવો અભિયાન.

શરૂઆતમાં યુવાનોએ ૧૦૦૦ ચકલીના માળા બનાવીને લોકોને વિતરણ કરી દીધા હતા. બાદમાં આ કામ માટે યુવાનોને વધુમાં વધુ પ્રેરણા મળતા તેમને વધુ ને વધુ માળા બનાવી માળાનું વિતરણ કરવાનું શરૂ કર્યું હતું. લક્કી ગ્રૂપે આ પ્રવૃત્તિને સોશ્યલ મીડિયામાં મુકતા લોકોનો સારો પ્રતિસાદ મળ્યો છે દૂર દૂર થી લોકો માળા મંગાવે છે. માત્ર મોરબી જ નહી બલ્કે અમદાવાદ-મુંબઈ અને અમેરિકામાં પણ લક્કી ગ્રુપના માળા પહોંચી ગયા છે.

- text