મોરબીમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રથમ દિવસ પૂર્ણ : કોપી કેસ નીલ

- text


ધો.10ના 13819 માથી 13570 હાજર રહ્યા, જયારે ધો.12ના 7307 માંથી 7254 પરીક્ષામાં હાજર રહ્યા

મોરબી : કારકીર્તિ ઘડતરમાં અતિ મહત્વની એવી ધોરણ 10અને 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો હતો.મોરબી જિલ્લાની વિવિધ શાળાઓમાં છાત્રોને કંકુ ચાંદલો કરી મો મીઠું કરાવી અવકારાયા હતા.આજે ધો.10ના ગુજરાતી, ધો.12 (સામાન્ય પ્રવાહ)ના નામના મૂળતત્વો અને ધો.12 (વિજ્ઞાન પ્રવાહ)ના ભૌતિક વિજ્ઞાનના વિષયની પ્રાયક્ષ લેવાય લેવાય હતી. આજે પ્રથમ દિવસે મોરબી જિલ્લામાં શાંતિ પૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થઇ હતી. અને એક પણ કોપી કેસ નોંધાયો ન હતો.
મોરબી જિલ્લામાં ધોરણ 10માં કુલ 13819 છાત્રો નોંધાયા હતા. જેમાંથી 13570 છાત્રો હાજર રહ્યા હતા. જયારે 249 છાત્રો ગેરહાજર રહ્યા હતા. જયારે ધો. 12 (સામાન્ય પ્રવાહ)માં કુલ નોંધાયેલા 4667 માંથી 4617 વિદ્યર્થિઓએ પરીક્ષા આપી હતી અને 51 ગેરહાજર રહ્યા હતા. તેમજ ધો.12 (વિજ્ઞાન પ્રવાહ)માં કુલ નોંધાયેલા 2640 માંથી 2638 વિદ્યર્થિઓએ પરીક્ષા આપી હતી. અને 2 છાત્રો ગેરહાજર રહ્યા હતા.

- text

- text