રવિવારે મોરબીમાં ચોવીશીયંત્રના સમુહજાપ

- text


જૈનબધર્મના અતિ પૌરાણિક વિધિ વિધાનનું મોરબીમા પ્રથમ વખત આયોજન

મોરબી : આગામી તા.૨૫ ને રવીવારના રોજ જૈન સમાજ મોરબીના ઇતિહાસમાં પ્રથમ વખત જ અતિ પૌરાણિક મહાપ્રભાવક ચોવીશી યંત્રના વિધિ વિધાન સાથે સમૂહ જાપનું આયોજન કરાયું છે જેમાં નાત જાતના ભેદભાવ વગર કોઈપણ વ્યક્તિ લાભ લઇ શકશે.

સ્થાનકવાસી જૈનસંઘ સોની બજાર મોરબીના આંગણે ગોંડલ સંપ્રદાયના પૂજ્ય ગીરીશમુની મહારાજ સાહેબના શીષ્ય પૂજ્ય સુશાંતમુની મહારાજ સાહેબ તથા પૂજ્ય ભદ્રાબાઇ મહાસતીજી- લીંબડી સંપ્રદાયના પૂજ્ય પ્રમોદીનીબાઇ મહાસતીજી તથા ગોંડલ સંઘાણી સંપ્રદાયના પૂજ્ય હંસાબાઇ મહાસતીજી આદી ૧૬ મહાસતીજીના સાનીધ્યમાં આગામી રવિવારે તારીખ ૨૫-૨-૨૦૧૮ના રોજ સવારે ૯-૦૦ થી ૧૦-૩૦ સુધી પ્રભુ મહાવીર સ્વામીના મંગલકારી સ્તોત્ર એટલે કે, ચોવીશીયંત્રના જાપનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

- text

આ જાપની અંદર જે દંપતીને લગ્નજીવનના ૨૪ વર્ષ પૂર્ણ થઇ ગયા હોય તેવા ૨૪ દંપતીને પ્રથમ વિધિમાં બેસવાનું રહે છે. માટે વહેલા તે પહેલાના ધોરણે નામ ઉપાશ્રયમાં લખવામાં આવશે.

અન્ય દંપતીઓ અને ૧૧ વર્ષથી ઉપરની કોઇપણ વ્યક્તિ નાત-જાતના ભેદભાવ વગર લાભ લઇ શકશે.જાપ સમયે ભાઇઓએ સફેદ વસ્ત્ર અને બહેનોએ લાલ વસ્ત્રો અંગીકાર કરવાના રહેશે. કાળા કે બ્લ્યુ કલરના વસ્ત્રો પહેરનાર પ્રવેશ મળશે નહિ.

આ ઉપરાંત ચંદ્રકાંતભાઇ દફતરીના પુત્ર સંદીપભાઇ અને પુત્રવધુ કાજલબેનના વરસીતપ પારણા આગામી તારીખ ૪-૩-૨૦૧૮ના હોય તેને અનુરૂપ ધર્મકારણીનું આયોજન થઇ રહેલ છે. માત્ર રવિવારે થઇ શકતા આ મંગલકારી સ્તોત્રના જાપ- ફળદાયી – વિઘ્નહર અને ઘાતરક્ષક છે.

આ જાપ પૂજ્ય સુશાંતમુની મહારાજ સાહેબ વિધી-વિધાન દ્વારા સંપન્ન કરાવશે. તો સર્વે ભાઇઓ-બહેનોને પધારવા સંઘ વતી નવિનભાઇ દોશીએ અનુરોધ કર્યો છે.

- text