મોરબીમાં ટુ વ્હીલર વાહનો માટે નવી સિરીઝ : તા.૯ થી ૨૦ ઇ – ઓક્શન

- text


નવી જીજે ૩૬ કે ની સિરીઝમાં પસંદગીના નંબરો માટે પ્રક્રિયા

મોરબી : મોરબી પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ટુ વ્હીલર વાહનો માટે નવી શરૂ થનારી જી.જે.૩૬-કે સિરીઝમાં પસંદગીના નમ્બર મેળવવા ઇચ્છતા વાહન ધારકો માટે આગામી તા. ૯ થી ૨૦ સીધી ઓનલાઇન ઇ – ઓક્શન કરવામાં આવશે.

પ્રાદેશિક વાહનવ્યવહારની કચેરી, મોરબી દ્વારા દ્વિચક્રી વાહનો માટે તા. ૨૩/૨/૨૦૧૮ના રોજ જી.જે.૩૬-કે (GJ-36-K ) ૧ થી ૯૯૯૯ સુધીના નંબરોની નવી સીરીઝ શરૂ કરવામાં આવશે. તા.૦૯-૦૨-૧૮ થી ૨૦-૦૨-૧૮ સુધી http://parivahan.gov.in/fancy પર મળેલ ઓનલાઇન અરજીઓ જ માન્ય રહેશે. ત્યાર બાદ મળેલ અરજીઓ દફતરે કરવામાં આવશે. મળેલ અરજીઓના વર્ગીકરણનું લિસ્ટ તા.૨૩.૨.૨૦૧૮ના રોજ નોટિસબોર્ડ પર પ્રસિધ્ધ કરવામાં આવશે. તા.૨૧-૦૨-૧૮ સવારે ૯ કલાક થી તા. ૨૩-૦૨-૧૮ના સાંજના ૧૭ કલાક સુધી ઇ-ઓકશન ચાલુ રહેશે.

- text

આ તારીખ સિવાય પસંદગીના નંબર માટે પૂછપરછ કરવા કચેરીનો સંપર્ક કરવો નહીં.
વાહન સોફટવેરમાં પસંદગી નંબરની રસીદ ઇશ્યુ થયાની તારીખના રાત્રિના ૧૨.૦૦ વાગ્યાં બાદ કોઇ પણ પ્રકારનો સુધારો ન થઇ શકતો હોવાથી વાહન માલિકોએ વાહન નંબર, ચેસીસ નંબર, તથા રકમની ખરાઇ કરી તે જ દિવસે કરી લેવાની રહેશે. તથા તે અંગે કંઇ ભૂલ હોય તો તેની જાણ તે જ દિવસે અધિકારીને નહીં કરવામાં આવે તો તે પછી રસીદમાં કોઇ પણ પ્રકારનો સુધારો થઇ શકશે નહીં.

ઇ ઓકશનની પ્રક્રીયા પૂર્ણ થયા બાદ સફળ અરજદારોએ ભરવાપાત્ર થતી રકમ દિવસ પાંચમાં ઇ-પેમેન્ટ દ્વારા ભરણું કરવાનું રહેશે.
આ પસંદગી નંબરની ફાળવણી દરમયાન કોઇ કર્મચારી કે અધિકારીની ફરજમાં રૂકાવટ કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો તે વ્યકિત સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસ હવાલે કરવામાં આવશે. જેની નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી મોરબી એ.જે. વ્યાસ દ્વારા જણાવાયુ છે.

- text