ટંકારામાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ : વિવિધ સ્પર્ધા યોજાઈ

- text


ટંકારા : રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે ટંકારાના મહર્ષિ દયાનંદ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજી ઉજવણી કરવામાં આવી હતી.

વધુને વધુ યુવા મતદારો જાગૃત બની મજબૂત લોકશાહીનું નિર્માણ કરે તે હેતુથી ચૂંટણીપંચ દ્વારા ૨૦૧૧ થી ૨૫ જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવે છે જેના ભાગરૂપે ટંકારના મહર્ષિ દયાનંદ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ તકે વિદ્યાર્થીઓ માટે વકતૃત્વ સ્પર્ધા અને કવીઝ કોમ્પિટિશનનું આયોજન કરાયું હતું જેમાં વકતૃત્વ સ્પર્ધામાં બાદી મેજૂદા, કુંઢિયા રાધિકા, કડીવાર શાહિદ, અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરે આવ્યા હતા, જ્યારે કવીઝ કોમ્પિટિશનમાં લોકસભા ટીમના બાદી મેજુદા, કડેચા નિકેતા, દેગામાં અલકા તથા બાદી રહેનાજ વિજેતા બન્યા હતા.

- text

રાષ્ટ્રીય મતદાતા દિવસે ૧૮ વર્ષ પૂર્ણ કરનાર ગોધાણી પ્રિયંકા તેમજ વિકાણી જયેશ નામના યુવા મતદારોને ચૂંટણીકાર્ડ આપવામાં આવ્યા હતા.

આ ઉજવણી કાર્યક્રમમાં ટંકારા મામલતદાર બી.કે.પંડ્યા, નાયબ મામલતદાર એચ.એમ.પંડ્યા, શાળાના આચાર્ય એલ.વી.કગથરા, શાળાના નિવૃત શિક્ષક ડી.એન.નંદાસણા તથા શાળાના શિક્ષકો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text