મોરબી : રસ્તા પર પડેલા ત્રિરંગાને ઉઠાવો અને ટફન ગ્લાસ ફ્રી મેળવો

- text


મોરબી : મોરબીમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી બાદ રાષ્ટ્ર ધ્વજના પ્રતીકો રસ્તા પર ન પડ્યા રહે તે હેતુથી મોબાઈલ શોપ દ્વારા અનોખી સ્કીમ બનાવી જે કોઈ નાગરિક રસ્તા પર પડેલા રાષ્ટ્ર ધ્વજના પ્રતીકો મોબાઈલ શોપ પર જમા કરાવે તેમને ફ્રી ટફન ગ્લાસ નાખી આપશે.

૨૬ જાન્યુઆરી અને ૧૫ ઓગષ્ટની ઉજવણી પૂર્ણ થયા બાદ લોકોની દેશભાવના અદ્રશ્ય થઈ જતી હોય તેમ ગમે ત્યાં રાષ્ટ્ર ધ્વજના પ્રતીકો અને ઝંડા રસ્તા પર જ્યાં ત્યાં રઝળતા હોય છે ત્યારે આ પ્રતિકોનું અપમાન ન થાય તેવા ઉમદા ઉદ્દેશથી મોરબીના સનાળા રોડ પર સ્ટે વેલ જિમ સામે આવેલ મોબાઈલ ઝોન શોરૂમના માલિક મનીષ રાચ્છ દ્વારા રસ્તા પર પડેલા રાષ્ટ્રધ્વજના પ્રતીકો પોતાની દુકાને જમા કરવાનારને વિનામૂલ્યે ટફન ગ્લાસ નાખી આપવાની પહેલ કરી રાષ્ટ્રપ્રત્યેની પોતાની ફરજ અદા કરવા પ્રયાસ કર્યો છે.

- text

- text