૨૮ જાન્યુઆરીથી મતદાર યાદી સુધારણા ઝુંબેશ

- text


૧૮ વર્ષ પૂર્ણ કરેલ યુવાનોને નામ નોંધાવવા કલેકટર તંત્રની અપીલ

મોરબી : મોરબી શહેર જીલ્લામાં આગામી તા. ૨૮ જાન્યુઆરીથી મતદાર યાદી સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવશે જેથી ૧/૧/૨૦૧૮ ની સ્થિતિએ ૧૮ વર્ષ ધરાવતા નાગરિકોએ મતદાર યાદીમાં નામ નોંધાવવા અપીલ કરવામાં આવી છે.

- text

મોરબી જિલ્લામાં ફોટાવાળી મતદાર યાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ તંત્ર દ્વારા ખાસ આયોજન કરાયુ જાહેરજનતા ના લાભ લેવા અપીલ
મોરબી જિલ્લામાં હાલ તા.૦૧/૦૧/૨૦૧૮ ની લાયકાતની સ્થિતિએ મોરબી જિલ્લાના ત્રણ વિધાનસભા મત વિભાગોમાં તા.૦૧/૦૧/૨૦૧૮ લાયકાતની તારીખ સંદર્ભે ૧૮ વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા યુવા નાગરીકોના નામ મતદાર યાદીમાં દાખલ કરવા, અવસાન પામેલ નાગરીકોના નામ મતદાર યાદીમાથી કમી કરવા અને સ્થળાંતર થયેલ મતદારોની મતદાર યાદીમાં સુધારો કરવા ભારતના ચૂંટણી પંચ દ્વારા ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ૨૦૧૮ નો કાર્યક્રમ નીચે મુજબ હાથ ધરાયેલ છે
જે અન્વયે હક્ક દાવા અને વાંધા રજુ કરવાનો સમય અને દિવસતા.૧૨/૦૨/૨૦૧૮,  સંબંધિત મતદાન મથકોએ હક્ક દાવા અને વાંધાઓ તા.૨૮/૦૧/૨૦૧૮ ને રવીવાર તથા તા.૦૪/૦૨/૨૦૧૮ ને સ્વીકારાશે, ડેટા એન્ટ્રી, ફોટોમર્જીગ સ્કેનીંગ તથા ચેક લીસ્ટ ચકાસણી સહ   હક્ક દાવા અને વાંધાઓ નિકાલ કરવાની છેલ્લી તા.૦૧/૦૩/૨૦૧૮ રહેશે, ડેટાબેઝ ફોટોમર્જીગ તથા કંન્ટ્રોલ ટેબલ અદ્યતન કરવા અને પુરવણી યાદી તૈયારી કરવાની તા.૦૭/૦૩/૨૦૧૮ રહેશે. જ્યારે ફોટોવાળી મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ તા.૧૨/૦૩/૨૦૧૮ ના થશે.
આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ તા.૨૮/૦૧/૨૦૧૮ રવીવાર અને તા.૦૪/૦૨/૨૦૧૮ ને રવીવારના રોજ બી.એલ.ઓ. દ્વારા સવારે ૧૦ થી સાંજના ૫-૦૦ વાગ્યા સુધી મતદાર મથકો ખાતે ઉપસ્થિત રહી ફોર્મ સ્વીકારાશે મતદાર યાદીમા નામ છે કે નહી તે જાણવા માટે વેબ સાઈટ https://ceo.gujarat.gov.in અથવા હેલ્પ લાઈન નંબર ૧૯૫૦ ફોન કરીને અથવા મોબાઈલ નં. ૮૫૧૧૧૯૯૮૯૯ પર epic <space> <આપના ચૂંટણી કાર્ડનો નંબર> એ પ્રમાણે sms કરવાથી માહિતી મળી શકશે.જો કે મોરબી જિલ્લાના ત્રણેય વિધાંનસભા   મતદાર વિભાગના કુલ મતદાર મથક ૮૮૦, મતદારો પુરુષ ૩૭૮૦૧૩ સ્ત્રી ૩૪૭૦૮૪ અન્ય ૩ મળી કુલ મતદાર ૭૨૫૧૦૦ તા.૦૧/૦૧/૨૦૧૮ ની લાયકાતની સ્થિતિએ નોંધોયેલા છે. તેમ જિલ્લા ચૂંટણી તંત્રની યાદીમાં જણાવ્યું છે.

- text