વાંકાનેર બાઉન્ડ્રિ નજીક પગપાળા જઇ રહેલ આદિવાસી યુવાનનું વાહન હડફેટે મોત

- text


વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી નજીક રાજકોટ રોડ તરફ ને.હા રોડ મેસરીયા પાસે પગપાળા જઇ રહેલ બે આદિવાસી યુવકોને અજાણ્યા વાહને હડફેટે લેતા એક યુવાનનું મોત નીપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ વાંકાનેર બાઉન્ડ્રી નજીક કોઇ અજાણ્યા વાહન ચાલકે પોતાના હવાલાવાળુ વાહન પુર ઝડપે અને બેફીકરાઇ થી મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ચલાવી પગપાળા ચાલીને જતા દીલીપ છગનભાઇ કટારાને પાછળથી હડફેટે લઇ ફંગોળી દઇ રોડ પર પછાડી દઇ મોત નિપજાવતા આ બાબતે ફરીયાદી રાકેશભાઇ મનજીભાઇ તાવીયાડ જાતે આદીવાસી ઉવ ૨૦ રહે. બોરીયા તા. સહેરા જિ. પંચમહાલ હાલ રાજ ચામુડા કંન્ટ્રકશન બેટી ગામ તા. જિ. રાજકોટને માથાના ભાગે તથા ખંભા પાસે સામન્ય ઇજા કરી દિલીપભાઈનું મોત નીપજાવી પોતાના હવાલા વાળુ વાહન લઇ ને નાશી જતા ફરિયાદ નોંધાવી હતી.

- text

આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એમ.એમ.ગોસાઇ વધુ તપાસ કરી રહ્યા છે.

 

- text