મોરબીના બગથળા ગામે 35 કપાસની ગાંસડી ચોરાઈ

- text


તાલુકા પોલીસે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધી

મોરબીના બગથળા ગામે ગતરાત્રીના કેટલાક શખ્સ વાડીમાં રાખેલ રૂ. 35,000 ની કિંમતની 35 મણ ગાસડીઓ ચૉરી કરી ગયા હતા જે અંગે તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ અંગેની મળતી વિગત મુજબ મોરબીના બગાથળા ગમે રહેતા અને ખેતીકામ કરતા પ્રવીણભાઈ ત્રિભોવનભાઈ મેવાની માણેકવાળા જવાના રસ્તે આવેલી વાડીમાંથી ગતરાત્રીના કેટલાક શખ્સ રૂ.35,000ની કિમતની 35 ગાંસડી કપાસની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. પ્રવીણભાઈ એ આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને આ અંગે વધુ તપાસ પીએસઆઇ રાણા ચલાવી રહ્યા છે.

- text

- text