મોરબીમાં દેવ અપહરણના બનાવમાં ચોંકાવનારો ધડાકો

- text


ક્રિકેટ ના સટ્ટા માં દેવું થતા અપહરણ કરી રૂ.50 લાખની ખંડણીનો પ્લાન હતો.

દિલ્લીથી ઝડપાયેલા બે આરોપી પૈકી મુખ્ય સૂત્રધારની તબિયત ખરાબ થતા હોસ્પિટલે ખેસેડાયો

મોરબીમાં બહુચર્ચિત દેવ અપહરણકાંડમાં નાસ્તા ફરતા દિલ્હીથી ઝડપાયેલા બે આરોપીપૈકિ મુખ્યસૂત્ર ધારની તબિયત ખરાબ થઈ જતા તેને હોસ્પિટલે ખેસેડાયોઃ હતો.આ કેસમાં ચોંકાવનારો ધડાકો થયો હતો.જેમાં મુખ્ય સૂત્રધાર ને ક્રિકેટના સટ્ટામાં લાખોનું દેવું થતા દેવનું અપહરણ કરીને રૂ.50લાખની ખંડણી માંગવાનો પ્લાન હતો.

- text

મોરબી ઉદ્યોગપતિના માસુમ પુત્ર દેવનું 11 ડિસેમ્બરે અપહરણ થયાની ગણતરીની કલાકોમાં છુટકારો થઈ જવાની ચર્ચાસ્પદ ઘટનામાં 6 આરોપીની સંડોવણી ખુલ્યા બાદ અગાવ ત્રણ આરોપીઓ ને ઝડપી લેવાયા હતા.જયારે બાકીના બે આરોપીઓ ને ઝડપી લેવાયા હતા.જયારે બાકીના બે આરોપીઓ જે મુખ્ય સૂત્રધાર હિન્દુસ્તાન સિકયુરીટી એજન્સીનો માલિક વિજય પટેલ સહીત બે શખ્સો નાસ્તા ફરતા હતા તેને દિલહીથી ઝડપી લેવાયા હતા. એસ પી જયપાલસિંહ રાઠોડ ના માર્ગદર્શન હેઠળ એલસીબી ટિમ દિલહીથી મુખ્ય સૂત્રધાર વિજય મહાદેવભાઈ પટેલ તથા પ્રદીપસિંહ ઉર્ફે કુલદીપસિંહ વિક્રમસિંહ જાડેજા ને પકડીને મોરબી લાવ્યા હતા.જેમાં વિજય પટેલ ની તબિયત ખરાબ થઈ જતા તેને સીધોજ હોસ્પીટલે લઈ જવાયો હતો.આ અંગે પોલીસે જણાવયુ હતું કે વિજય પટેલ ની તબિયત ખરાબ હોવાના કારણે હજી તેની વિધિવત ધરપકડ બાકી છે.જયારે બીજા આરોપીની ધરપકડ કરાઈ છે.આખી ઘટનાનો અંજામ વિજય પટેલે તેના ચારેય સાગરીતોની મદદ થી અંજામ આપ્યો હતો.તેને ક્રિકેટ ના સટ્ટામાં લખોનું દેવું થઈ જતા દેવના અપહરણનો પ્લાન બનાવીને રૂ.50 લાખની ખંડણી માંગવાના હતા.આ ખંડણીમાંથી આવનાર રકમમાં રૂ.10 લાખનો હિસ્સો કુલદીપસિંહ ને મળવાનો હતો.તેમજ આ રકમથી વિજય પટેલ ને પેપર મિલ શરુ કરવાની યોજના હતી.જોકે આરોપીઓની મેલી મુરાદ પાર પડે તે પહેલાજ તેમનો પ્લાન ચોપટ થઈ ગયો હતો.હજી એક વિજય ગુજ્જર નામનો આરોપી પકડવાનો બાકી છે.

દેવ અપહરણ કાંડની ઘટના સમ્રગ મોરબીવાસીઓ ને હચમચાવી ગઈ હતી.આ ઘટનામાં સ્થાનિક શખ્સો સાથે પરપ્રાંતીઓની સંડોવણી ખુલી હતી.તેથી પરપ્રાંતીઓ સામેના જાહેરનામાના કડક અમલની જરૂરી છે.મુખ્ય સૂત્રધારે ક્રિકેટનું દેવું સરભર કરવા માટે ભલે આ પ્રથમ ગુન્હો આચર્યો હોય પરંતુ આ ગુનાહની ગંભીરતા વધી ગઈ છે.આથી ગુનેહગારો સામે પોલિસે કડક હાથે કામ લે તેવી સમ્રગ મોરબીવાસી ઓની માંગ છે.

- text