મોરબી જીલ્લાના બાળ કલાકારોની કલાને સ્ટેજ ન મળતા બાળકલાનું મરણ

- text


મોરબી જીલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા હજુ યોજાઈ જ નથી.

- text

ગુજરાત રાજ્યના યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા ૭ થી ૧૪ વર્ષની. વયના બાળકોમાં રહેલી છુપી પ્રતિભા ને યોગ્ય સ્ટેજ મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવે છે આ સ્પર્ધા નું આયોજન સીધુજ જીલ્લા કક્ષાએ થતું હોય છે. મોટા ભાગના જીલ્લાઓમાં જીલ્લા કક્ષાના આયોજન પુર્ણ થઇ ગયા છે અને પ્રદેશ કક્ષાના આયોજનો પણ થવા લાગ્યા છે ત્યારે મોરબી જીલ્લા કક્ષાના બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન થયું જ નથી પરિણામે બાળ કલાકારો અને વાલીઓમાં જીલ્લા રમત ગમત અધિકારી સામે ભારે નારાજગી ફેલાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાજ મોરબી જીલ્લા કક્ષાના યુવા ઉત્સવનું આયોજન પણ ન થતા યુવા કલાકારોમાં ભારે રોષ ફેલાયો હતો અને જીલ્લા કલેકટરને લેખીતમાં રૂબરૂ મળી ફરીયાદ કરી હતી જેનું કંઈ. નક્કર પરિણામ આવ્યું ન હતું અને ઉગતિ યુવા પ્રતિભાવો નિરાશ થઈ હતી.ત્યારે હવે યુવા કલાકારો બાદ બાળ કલાકારો પણ નિરાશાનો ભોગ બનશે.જેથી જવાબદાર અધિકારી અને સ્થાનિક તંત્ર સામે પણ ચર્ચાનો વિષય બન્યો છે.

- text