મોરબીના જુના દેવળીયા ગામમાં જુગારધામ ઝડપાયું : ૬૦ હજારની રોકડ સહિત૮,૧૭,૧૦૦ નો મુદામાલ જપ્ત

- text


મોરબી : મોરબી એલસીબી પોલીસે જુના દેવળીયા ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ ઉપર દરોડો પાડી સાત જુગારીઓને ૬૦ હજાર રોકડા તેમજ કાર સહિત ૮,૧૭,૧૦૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો.

જાણવા મળ્યા મુજબ મોરબી એલસીબી ઇન્ચાર્જ પીઆઇ આર.ટી.વ્યાસ અને ટીમના ચંદુભાઈ કાલોતરા , સંજયભાઈ મૈયડ તથા ભરતભાઇ મિયાત્રાને મળેલી હકીકતને આધારે જુના દેવળીયા ગામે લાલજીભાઈ મગનભાઈ મોરવાણિયાના રહેણાંક મકાન માં દરોડો પાડતા જુગાર ક્લબ ઝડપાઉ હતી.

- text

પોલીસે આ જુગરધામમાં જુગાર રમી રહેલા લાલજીભાઈ મગનભાઈ મોરવાણિયા, મોરબીના સુનિલ રમણિકભાઈ પિત્રોડા, જુના દેવળીયાના કાળુભાઇ ગંગારામ મોરતરિયા, કુંભારીયા માળીયાના રણછોડ મગન આઘારા, ચંદુલાલ નરભેરામ બાપોદરિયા, સુલ્તાનપુરના સુરેશ વિઠ્ઠલભાઇ સીતાપરા, અને જૂના દેવળીયાના અનોપસિંહ જીતુભા પરમારને રૂ.૬૦ હજારની રોકડ સાથે ઝડપી લીધા હતા.

વધુમાં પોલીસે જુગારધામ પાસેથી આરોપીઓની બે કાર અને મોબાઈલ મળી કુલ રૂપિયા ૮,૧૭,૧૦૦ નો મુદામાલ જપ્ત કરી જુગારધારા સહિતની કલમો મુજબ સાતેય જુગારીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.

- text