ટંકારા-પડધરી બેઠકમાં સૌથી વધુ મતદાન ૯૫% છલ્લા ગામમાં

- text


ટંકારા બેઠકમાં સૌથી ઓછું મેઘપર ઝાલામા ફક્ત ૧૩ ટકા

ટંકારા અપડેટ : વિધાનસભા ચૂંટણીમાં ટંકારા પડધરી બેઠકમાં ૭૪.૦૪ ટકા જેટલું ઊંચું મતદાન થયું છે,ત્યારે સૌથી વધુ ૯૫% મતદાન છલ્લા ગામમાં અને સૌથી ઓછું મતદાન ટંકારા નજીકના મેઘપર ઝાલા ગામમાં નોંધાયું છે.

વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મોરબી જિલ્લાની ટંકારા વિધાનસભા બેઠકમાં કુલ ૨૨૪૫૨૦ મતદારો પૈકી ૮૯૮૫૦ પુરુષ અને ૭૬૩૯૨ સ્ત્રી મતદારોએ મતદાન કરી મતદાનની ટકાવારીને ૭૪.૦૪% પહોંચાડી હતી.

દરમિયાન ટંકારા વિધાનસભા બેઠકમાં સૌથી વધુ મતદાન છલ્લા ગામમાં ૯૫ ટકા અને સૌથી ઓછું મતદાન મેઘપર ઝાલા ગામમાં નોંધાયું હતું.

- text

વધુમાં ટંકારા પડધરી મતવિસ્તારમાં પાટીદાર વસ્તી ધરાવતા ગામોમાં મતદાનની ટકાવારી ૮૫ ટકાને પાર કરી ગઈ હતી અને આ બેઠકમાં યુવા મતદારોએ ૧૦૦ ટકા મતદાન કર્યું હતું.

જો કે ટંકારા બેઠકમાં ઉંચા મયદાન બાદ રાજકીય પંડિતો માથું ખંજવાળી રહ્યા છે અને ભાજપ કોંગ્રેસના કાર્યક્રરો ગામે-ગામ ફટફટીયા લઈ ટકાવારીના આંકડા કાઢી હારજીતના ગણિત માંડવા બેઠા છે.

- text