મોરબી દાદાના ઘરે ગળેફાંસો ખાઈ લેનાર યુવતીનું મોત

- text


મોરબી:માળીયા ખાતે રહેતી અને દાદાના ઘેર મોરબી આવેલી યુવતીએ ગળેફાંસો ખાઈ લેતા ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડાઇ હતી જ્યાં સારવાર દરમિયાન આ યુવતીનું મોત નીપજ્યું હતું.

- text

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા ખાતે રહેતી હસીનાબેન રાસુલભાઈ મોવર નામની યુવતી મોરબી કાલિકા પ્લોટમાં રહેતા તેણીના દાદાને ઘેર આવી હતી ત્યારે ત્રણેક દિવસ પૂર્વે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા પ્રથમ સારવાર મોરબી ખાનગી હોસ્પિટલમાં લઇ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં સારવાર દરમીયાન આ યુવતીનું મૃત્યુ નીપજ્યું હતું.

વધુમાં આ ઘટના અંગે રાજકોટ પ્ર.નગર પોલિસે પ્રાથમિક કાર્યવાહી કરી વધુ કાર્યવાહી માટે મોરબી પોલીસને જાણ કરતા મોરબી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text