ટંકારા : ચાર બોટલ દારૂ સાથે જીપ ચાલક ઝડપાયો

- text


ટંકારા:ટંકારા-લતીપર ચોકડી નજીક પોલીસે બાતમીને આધારે મધ્યપ્રદેશથી દારૂ લાવી વેચાણ કરતા શખ્સને ૪ બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો

- text

જાણવા મળતી વિગતો મુજબ ટંકારા-લતીપર ચોકડી પાસેથી પસાર થતી તુફાન કારમાં વિદેશી દારૂ છુપાવીને લઇ જતા હોવાની ખાનગી બાતમીના આધારે ટંકારા પોલીસે વોચ ગોઠવી હતી અને ત્યાંથી પસાર થતી તુફાન જીપ રોકી તલાસી લેતા તેમાંથી ૪ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.
આ મામલે પોલીસે તુફાનના ડ્રાઈવર સંતોષ થાનસીંગ આદિવાસી રહે-અંબાલી,મધ્યપ્રદેશ ને ઝડપીને વધુ પૂછપરછ કરતા તે મધ્યપ્રદેશથી જામનગર જતો હોવાની કબુલાત આપી હતી અને તેની પાસેથી વિદેશી દારૂ બોટલ નંગ-૪ અને તુફાન જીપ સહિત ૨૫૧૦૦૦નો મુદામાલ ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ફાઈલ ફોટો

- text