હળવદ : ગોપાલક સમાજનો સન્માન સમારોહ યોજાયો

- text


શિક્ષણથી જ સમાજમા સંસ્કાર આવશેઃ પુ.ઘનશ્યામપુરી બાપુ

- text

હળવદ : મોરબી જીલ્લામાં ભરવાડ સમાજ દ્વારા સૌ પ્રથમવાર જીલ્લા ગોપાલક વિદ્યાર્થીઓ માટે હળવદના શિશુ મંદિર ખાતે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં ધો. 10, 11,12 તથા વિવિધ જેવી કે આર્ટસ, કોમર્સ, સાયન્સ, મેડીકલ, વગેરેમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓનું સન્માન સમારોહ યોજાયો જેમાં વિદ્યાર્થીઓને ટ્રોફી, ફાઈલ તથા જનરલ નોલેજની બુક અર્પણ કરવામાં આવી હતી.
હળવદ શિશુમંદિર ખાતે યોજાયેલ આ સમારોહમાં પુ.ઘનશ્યામપુરી બાપુના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. મોરબી જીલ્લાના વિવિધ 200 વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓનું સન્માન સાથે વિવિધ ક્ષેત્રમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા 60 કર્મચારીઓને હારતોરા સાથે શિલ્ડ આપીને શાલ ઓઢાડી સન્માન કરવામા આવ્યુ હતું. ગોપાલક શૈક્ષણીક સન્માન સમિતિ મોરબી જિલ્લા દ્વારા આયોજિત આ સન્માન સમારોહમાં ભરવાડ સમાજના ધર્મગુરુ પુ.ઘનશ્યામપુરી બાપુ વ્યક્ત આપતાં કહ્યું કે શિક્ષણથી સંસ્કાર મળે છે અને સંસ્કારથી સંપતિ આવે છે આમ સંપતિથી સુખી જીવનનું ઘડતર થાય છે તેમજ આવનારા દિવસોમાં સમાજમાં શૈક્ષણીક સ્તર ઉંચુ હશે તો જ સમાજ આગળ આવશે ઉપરાંત પુ.ઘનશ્યામપુરી બાપુએ કન્યા કેળવણીને પ્રાધાન્ય આપવાની ખાસ મહત્ત્વની વાત કરી હતી.
સન્માન સમારોહમાં આમંત્રીત મહેમાનો પુ.ઘનશ્યામપુરી બાપુ – ઝાઝાવડા દેવ મંદિર-થરા, મહેશગીરી બાપુ- શિવપુરીધામ- દ્વારકા, ગાંડુભગત- મચ્છુ માતાજી મદિર- મોરબી, એસ.આર.આજરા- મુખ્ય વનસંરક્ષક, ડો.જીવણભાઈ ડાંગર- પ્રોફેસર, રૈયાભાઈ મુંધવા- હિતેશ એન્જીનીયરીંગ, લાલજીભાઈ ખાતરીયા- પ્રમુખ જય ગોપાલ યુવા ગ્રુપ સુરેન્દ્રનગર, હિરાભાઈ બાંમ્ભા- પ્રમુખ વાંકાનેર સમૂહ લગ્ન સમિતિ, નાથાભાઈ ડાભી- ઉપ પ્રમુખ તાલુકા પંચાયત- મોરબી સહીતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનેે સફળ બનાવવા જયેસભાઈ ગોલતર, નવઘણભાઈ રાતડીયા, મનુભાઈ મેવાડા, મેહુલ ભરવાડ, બળદેવ ભરવાડ, જીવણભા, વીરમભાઈ સરૈયા સહિતના હાજર રહી જહેમત ઉઠાવી હતી.

- text