મોરબી લાયન્સ નગરમાં સમજાવવા જતા યુવાન પર હુમલો

- text


રાશન લેવા ગયેલા આદિવાસી યુવાનો સાથે ઝઘડો કરનાર માથાભારે તત્વોએ આંતક મચાવ્યો

મોરબી : મોરબીના નવલખી રોડ પર લાયન્સ સ્કૂલ નજીક ગઈકાલે રાશન લેવા ગયેલા બે આદીવાસી યુવાનો સાથે માથાભારે શખ્સોએ ઝઘડો કરતા આ ઝઘડામાં વચ્ચે પડેલા સતવારા યુવાન સહિત બન્ને આદીવાસી યુવાનોને લુખ્ખા તત્વોએ બેફામ માર મારતા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

જાણવા મળતી વિગતો મુજબ અનિલ મોહનભાઇ ભુરીયા, (ઉ.વ.૨૬) અને ભગવાનજી ડુડાભાઇ ભુરીયા (ઉ.૨૦) રહે. બને સીન્થેટીક માર્બલ, લાયન્સ સંકુલ પાછળ, નવલખી રોડ, વાળા રાશન લેવા ગ્યા હતા, ત્યારે એહમદ મહમદ સુસરા તથા રાજુ અને અન્ય ચાર શખ્સોએ માર મારતા બન્ને આદિવાસી યુવાનોએ તેમની ફેકટરી જઇ જાણ કરી હતી.

- text

બાદમાં આ ઝઘડામાં વિજય સવજીભાઇ પરમાર (ઉ.૩૦) નામનો સતવારા યુવાન ઝઘડો નહિ કરવા સમજાવવા જતા અહેમદ સહિતના શખ્સોએ લોખંડના સળિયા વડે પગમાં અને માથાના ભાગે ઇજા પહોંચાડતા ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.
આ મામલે ઇજાગ્રસ્ત વિજય સવજી પરમારની ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે ગુન્હો દાખલ કરી આંતક મચાવનાર ચારેય શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text