આર્ય સમાજ ટંકારાની વેદપ્રચાર અભિયાનની રવિવારે પૂર્ણાહુતિ

- text


યજ્ઞ, યજમાનને આશિર્વાદ વિદ્વાનોના પ્રવચન અને પ્રતિભાગી ને સ્મૃતિ ચિન્હ અર્પણ કરાશે

ટંકારા: આર્ય બનોનુ સુત્ર દેનાર વૈચારિક ક્રાંતીના જનક મહાન સમાજ સુધારક ૠષિ દયાનંદ સરસ્વતીની જન્મ ભૂમિ ટંકારા ના આર્ય સમાજ દ્વારા દર વર્ષે વેદ પ્રચાર અભિયાન ચલાવાય છે સૌના સહયોગી થી ધરે ધરે યજ્ઞ અને વેદ જ્ઞાન પિરસાય છે જે ત્રણ મહીના ચાલે છે આ વર્ષે પણ જેઠ વદ થી શરૂ થયેલ અભિયાન ભાદરવા વદ એટલે કે આવતીકાલે ને રવિવારે પુરૂ થશે.
આ પ્રસંગે આર્ય સમાજ દ્વારા ખાસ કાર્યક્રમ નુ આયોજન કર્યું છે જેમા મોટી સંખ્યામાં આર્ય વિચારકો હાજર રહી  યજ્ઞ વેદ પ્રચાર. વકતૃત્વ ને ધ્વજા રોહણ સાથે આર્યવિર દળ ને મહિલા વિરાંગનાનુ સન્માન કરવામાં આવશે
દેશમાં કુરિવાજોની બદી સામે બંડ પોકારી કુરીવાજો ગુલામી સામે જંગ છેડનાર આર્ય સમાજના સ્થાપક વેદના પ્રચારક મહાન સમાજ સુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતી ના માદરે વતન ત્રણ હાટડી ટંકારા ખાતે આવેલા આર્ય સમાજ ખાતે કચ્છ ભવાનિપુર ગુરૂકુળના સ્વામી શાંતાનંદ સરસ્વતી ખાસ ઉપસ્થિત રહેશે,સમાજ ના પ્રમુખ હસમુખભાઇ પરમાર આર્ય સમાજના કાર્ય થી સૈાને માહિતગાર કરશે અને યજ્ઞ ના દંપતી અને આર્યવિર દળ ના યુવાનોનુ સન્માન કરવામાં આવશે.
સમાજહિત માટે આર્ય સમાજ દ્વારા અનેક પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે છે. ટંકારા મહર્ષિ દયાનંદ સરસ્વતી ની જન્મ ભૂમિ છે ત્યારે ટંકારાની સંસ્થા દ્વારા દર રવિવારે ખાસ હવન સાથે યુવાધનને કેળવણીનુ સિંચન કરવામાં આવે છે. અંન્તેષઠી ક્રિયા વેદમંત્રો દ્વારા વિનામૂલ્યે કરવામાં આવે છે કુદરતી આફત કે કપરી પરિસ્થિતિ વખતે સહાય અને ટીમ હાથો હાથ કામ કરે છે. રાષ્ટ્રીયપર્વમા દેશ દાઝ માટે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે યુવાન અને યુવતી ને સ્વનિર્ભરની તાલીમ આપી દર રવિવારે આયુર્વેદિક દવાખાનું ચાલવવા માં આવે છે.

- text

- text