મોરબી, વાંકાનેર અને ટંકારમાં જુગાર રમતા શખ્સો ઝડપાયા

- text


મોરબી : મોરબી, વાંકાનેર અને ટંકારમાં પોલીસે જુગાર રમતા શખ્સોને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જેમાં મોરબી એ.ડીવીઝન પોલીસે વાવડી રોડ પર જાહેરમાં તીનપતીનો જુગાર રમી રહેલા રસિક કલાભાઈ મારું,અમિત અશોકભાઈ લુહાર,કાનજી લાલજીભાઈ લુહાર,જયેશ કલાભાઈ લુહાર,અશોક ખીમજીભાઈ લુહાર અને શૈલેષ શીવાભાઈને રૂ.૨૫૫૪૦ની રોકડ સાથે ઝડપી લીધા છે. તેમજ મોરબી એલ.સી.બી. પોલીસે વાંકાનેર મહાદેવનગરમાં જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમી સાથે દરોડો પાડતા લાલજી કાનજી કોળી,વાલજી રામજી કોળી,ધીરુભાઈ લચુભાઈ કોળી,અનીલ રાજુભાઈ રાજગોર,હુસેન ગાજીભાઇ ખારેચીયા,નીતિન ચન્દ્રકાન્તભાઈ શાહ,રામજી કેશુભાઈ કોળી,જીતેશ મગનભાઈ કોળી,ને ૩૦૦૦૦ રોકડ સાથે ઝડપી લીધા છે. જયારે ટંકારા પોલીસે અશાબાપીરની દરગાહ પાસે ઈમરાનભાઈના મકાન નજીક જાહેરમાં જુગાર રમતા ઇમરાન હબીબભાઈ, ઈબ્રાહીમ સુમરા,હાજી ઉર્ફે મુનો હુશેનશા,અનીશ રહીમ શેરથીયા,ગુલશા મહેબુબશા,અમજત હુશેનભાઈ અને તોફીક હબીબભાઈ માકડિયાને ૩૦૦૦ની રોકડ સાથે ટંકારા ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text