ટંકારા : જબલપુર માંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

- text


ટંકારા : જબલપુર ગામે થી ટંકારા પોલીસે 21 નંગ ઈગ્લિશ અને 188 નંગ બિયર મળી 25100 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે બુટલેગર મધુકાંત ઉફે ટેડીઓ ફરાર થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી 

- text

બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારા ના જબલપુર ગામે રહેતો મધુકાંત ઉફે ટેડીઓ જીવરાજ રામાનુજ પોતાના ઘરે વિદેશી દારૃ વેચાણ કરતો હોવાની બાતમી ટંકારા પોલીસના ચુનીલાલ ને મળી હતી અને ગત રાત્રે રેડ કરતા 21 બોટલ દારૂ અને 188 નંગ સિલ બંધ બિયર જેની કિંમત રૂ 25100 ની કબ્જે કરી હતી બુટલેગર ટેડીઓ ને પોલીસ ની રેડ પેહલા રાતના અંધારાનો લાભ લઈ નાસી ગયા હતો.
ટંકારા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે આ માલ કયાથી અને કોની પાસેથી આવતો અને ફરાર ટેડીઓ ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ફાઈલ ફોટો

- text