ટંકારાના સજનપર ગામની સગીરા પર દુષ્કર્મ

- text


ફરવા લઈ જવાને બહાને વાડીએ લઈ જઈ દુષ્કર્મ આચરતા પોકસો સહિતની ભારે ખમ કલમો મુજબ પટેલ યુવાન વિરુદ્ધ ગુનો નોંધાયો

ટંકારા : ટંકારા તાલુકાના સજનપર ધુનડા ગામની સગીરા પર આજ ગામના પટેલ શખ્સે ફરવા જવાને બહાને વિરપરની સીમમાં લઈ જઈ દુષ્કર્મ આચરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.આ મામલે ટંકારા પોલીસે પોકસો સહિતની ભારે કલમો મુજબ ગુન્હો દાખલ કરી આરોપી પટેલ શખ્સને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
જાણવા મળતી વિગતો મુજબ ટંકારાના સજનપર ગામે રહેતી સગીરાને ફરવા લઈ જવાને બહાને ધૂનડા ગામના ધર્મેશ ગીરીશભાઈ શેરસિયા નામના યુવાને મોટરસાયકલ પર બેસાડી વિરપર ગામની સીમમાં લઈ જઈ સગીરાની ઈચ્છા વિરુદ્ધ લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધતા આ મામલે ટંકારા પોલીસે ગુન્હો દાખલ કર્યો છે.
વધુમાં પોલીસે યુવતીની ઉમર નાબાલિક હોય આ ગુન્હામાં આરોપી ધર્મેશ પટેલ વિરુદ્ધ આઇપીસી કલમ 376(2) એચઆઇ 506(2)પોકસો એકટ 3(એ)4 મુજબ ભારેખમ કલમો હેઠળ ગુન્હો નોંધી દુષ્કર્મ આચરનાર પટેલ શખ્સને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text

- text