હડમતિયા ગામના બી.પી.અેલ. રેશનકાર્ડ ધારકોની મનોવેદના કોઈ સાંભળશે ?

- text


ટંકારાના હડમતિયા ગામમાં “પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર” નામની શ્રી હડમતિયા સેવા.સ.મં.લી. સંચાલિત સરકારની માન્યતા ધરાવતી અન્નપુરવઠાની દુકાન ચાલે છે. હાલ સરકાર દ્વારા તહેવાર નિમિતે બી.પી.અેલ. કે અન્ય રેશનકાર્ડ ધરાવતા કાર્ડ ધારકોને સાતમ-આઠમના તહેવાર નિમિતે વ્યાજબી ભાવે પુરવઠો મળી રહે તે અેક સરકારનું આવકારદાયી પગલું છે. પરંતુ બી.પી.અેલ.લાભાર્થીઅોને પુરવઠાની દુકાનેથી પુરતો પુરવઠો આપવામાં આવતો ન હોવાનું બી.પી.અેલ રેશનકાર્ડ ધારકો હૈયા વરાળ બહાર કાઢી રહ્યા છે. તેનું કહેવું છે કે અોનલાઈન ફિંગર પ્રિન્ટની સ્લિપમાં પુરતો પુરવઠો દર્શાવે છે પરંતું પુરવઠા ધારક કાં તો તેલ નથી આવ્યું કાં તો ચોખ્ખા,ખાંડ,ઘઉં,મીઠું વગેરે નથી આવ્યાનું ગાણુ ગાય છે. અંતે કાર્ડધારક તાલુકા-જીલ્લા પુરવઠા અધિકારીઅોને ફોન કરતા જણાવે છે કે..”અમે પુરતો જથ્થો ફાળવી દિધાનું કહે છે. ગામના સરપંચશ્રીનું કહેવું છે કે સરકાર સાચી કે પુરવઠાતંત્ર ખોટું…? આવી રીતે પુરવઠાતંત્ર ખરા સમયે ખો રમવાનું છોડી સાતમ-આઠમના તહેવારોમાં ગરીબની જઠરાઅગ્નિ ઠારે નહિતર ૨૦૧૭ તો આવેજ છે તેમની વરાળ કદાચ વોટ આપીને કાઢે અેવું સરપંચ રાજાભાઈ ચાવડા જણાવી રહ્યા છે.

- text

 

- text