11 ઓગસ્ટ 1979 : મરછુ જળપ્રલયની કાલે 38મી વરસી

- text


શુક્રવારે મરછુ હોનારતની વરસી નિમિતે મણિમંદિર ખાતે દિવગંતોના સ્મૃતિ સ્તંભને આખું શહેર પુષ્પાંજલિ કરી શ્રદ્ધાંજલી આપશે : સાંજે 4 વાગ્યે લોકલ કેબલ નેટવર્ક પર ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવાશે

મોરબી : ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ના દિવસે ગુજરાતમાં દસ દિવસના એકધારા વરસાદ પછી, ચાર કિલોમીટર લાંબો મચ્છુ બંધ-૨ના માટીના પાળા તૂટી ગયા. બંધના વિશાળ જળાશયમાંથી છૂટેલા ઘોડાપૂરે નીચાણ વાસમાં આવેલાં મોરબી શહેર અને આસપાસના અનેક ગામડાઓમાં ભયંકર તારાજી કરી. વિશાળ પુલો અને કારખાનાં તૂટી ગયાં, અને હજારો મકાન ધરાશય થઇ ગયાં. આ હોનારતનો મૃત્યુઆંક ચોક્કસ નક્કી થઇ ગઈ શક્યો નથી, પણ આશરે ૫.૦૦૦ થી ૧૦.૦૦૦ની વચ્ચે ગણવામાં આવે છે. મોરબીના ઇતિહાસમાં સૌથી વધુ કાળા ઇતિહાસ તરીકે ઓળખાતી અને વિશ્વની સૌથી મોટી જળપ્રલય ઘટના પૈકીની એક 11 ઓગસ્ટ 1979ની મરછુ જળ પ્રલય દુર્ઘટનાએ મોરબીને આંખના પલકારામાં સ્મશાન ભૂમિ બનાવીને ભારે વિનાશ લીલા કરી છે. હજારો લોકોને મરછુના પુરે મોતની આગોશમાં સમાવી લીધા હતા. સેંકડો પશુઓ પુરમાં તણાયા હતા.અનેક મકાનો તથા ઇમારતો ધરાશયી થઇ હતી. ચારેકોર લટકતી માનવ તથા પશુઓની લાશ, સ્વજનોની યાદમાં ચોધાર આંસુએ રડતા આપ્તજનો તથા મૃત્યુ પામેલી માતા પાછળ રુદન કરતા બાળકોની ચિચિયારીઓથી મોરબી ખોફનાક સન્નાટાનું શહેર બની ગયું હતું. 11 ઓગસ્ટ શુક્રવારે મરછુ હોનારતની 38મી વરસી નિમિતે મણિમંદિર ખાતે દિવગંતોના સ્મૃતિ સ્તંભને આખું શહેર પુષ્પાંજલિ કરી શ્રદ્ધાંજલી આપશે.
11 ઓગસ્ટ 1979ના દિવસની વાત કરીએ તો મોરબીમાં સામાન્ય જનજીવન હતું, પરંતુ ઉપરવાસના ભારે વરસાદને કારણે મહાકાય મરછુ-2 ડેમ તૂટવાની સાથે મોરબીમાં મોતનું તાંડવ થયું હતું.મરછુ પૂર્ણ રાક્ષસી કાળના મોજા આખા શહેરમાં મોટ બનીને ત્રાટક્યા હતા.એ સાથે મોરબી તબાહ થઇ ગયું હતું. ઘણા લોકોને તો બચવાની તક મળી ન હતી.મકાનો, મોટી મોટી ઈમારતોને મરછુના પુરે એક જાટકે તહસ નહસ કરી દીધા હતા. જીવ બચાવવા ભાગતા હજારો લોકોને પણ મરછુના પુરે સદાય માટે મોતની આગોશમાં સમાવી લીધા હતા. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જે બચી ગયેલા લોકોને ઉંચાઈ વળી જગ્યાએ પહોંચ્યા ત્યાં પણ ,મરછુએ મોતનો વિકરાળ પંજો ફેલાવતા સ્થળાંતરિત અનેક લોકો પરિવાર સમેત મોતને ભેટ્યા હતા. મોરબીના ઇતિહાસમાં સૌથી વધુ કરૂણ કહી શકાય તેવી આ ઘટનાની ભયાનકતા અને તબાહીની કલ્પના કરતા પણ ધ્રુજી ઉઠાય છે. પરંતુ એ દિવસે મરછુએ જે વિનાશ વર્ષો તેના લાચારી અને ભયાનકતાના દ્રશ્યો ભલભલાને કમકમાટી ઉપજાવી હતી. સેંકડો માનવ મૃત દેહો, વીજળીના તાર ઉપર લટકતી માનવ લાશો, હજારો જાનવરોના કોહવાય ગયેલા મૃત દેહો, ધ્વસ્ત થયેલા હજારો મકાનો, સ્વજનો તથા પોતાનું સર્વસ્વ ગુમાવી ચૂકેલા હજારો મોરબી વાસીઓની આંખમાં ડોકાતો ભય, નજર સામેથી ન હટતા પ્રલયના બિહામણા દ્રશ્યો, ડૂબી ગયેલા અને દબાઈને દટાઈ ગયેલા પરિવારજનોને બચાવવા માટેની આખરી ક્ષણની ચીચીયારીઓના દર્દનાક આવાજોથી મોરબી એક ખોફનાક સન્નાટાનું શહેર બનીને રહી ગયું છે.
મરછુ જળ હોનારતમાં હજારો લોકો તથા પશુના મોત થયા હતા, તેમજ સેંકડો ઝુંપડા મકાનો અને મોટી ઇમારતો નાશ પામી હતી. આ જળપ્રલય દુર્ઘટનાની શુક્રવારે 38મી વરસી છે ત્યારે હોનારતમાં નજર સામે ગુમાવેલા સ્વજનોની ભયાનક ક્ષણ યાદ આવતા અસરગ્રસ્તોની આંખ માંથી ભય સાથે લાચારીના પૂર વહે છે. આ દિવસે નગરપાલિકા દ્વારા મૌનરેલી કાઢવામાં આવે છે. મૌનરેલી કાઢીને મણિમંદિર પાસેના દિવગંતોના સ્મૃતિ સ્તંભને પુષ્પાંજલિ કરી એ મિનિટ મૌન પાળીને સમગ્ર શહેરીજનોને શ્રદ્ધાંજલી આપે છે. હોનારત સમયે 11 સાયરન વગાડાય છે. જોકે, જળહોનારતની ઘટના બાદ મોરબીને બેઠું કરવા એ વખતના ગુજરાતના મુખ્યમંત્રી બાબુભાઇ જસભાઈ પટેલે મોરબીમાં સચિવાલય બનાવીને પૂરગ્રસ્તોમાટે અસરકારક કામગીરી કરી હતી. ત્યારબાદ ફિનીક્સ પંખીની મારફત બેઠા થઈને મોરબી શહેરે ખુમારી અને જિંદાદિલીથી આ શહેરનું નામ રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સ્તરે ગુંજતું કરી દીધું છે.

- text

શુક્રવારે સાંજે 4 વાગ્યે ડોકયુમેન્ટરી ફિલ્મ બતાવામાં આવશે
મચ્છુ જળ હોનારતની ઘટના અંગે આવનારી પેઢીને જરૂરી માહિતી મળી શકે તેવા હેતુ થી મોરબીના પત્રકાર દિલીપ બરાસરા અને અમદાવાદના હર્ષદ ગોહિલ અને દિલીપ ક્ષત્રિયએ આ ઘનતા પર બનાવેલી પ્રથમ અને એકમાત્ર ડોક્યુમેન્ટરી ફિલ્મ “મચ્છુનાં પાણીની ખુવારી અને ખુમારી” 11 ઓગસ્ટ શુક્રવારે સાંજે 4 વાગ્યે લોકલ જીટીપીએલ કેબલ નેટવર્ક પર ચેનલ નં. 559 (ભક્તિ રસ) પર પ્રસારિત કરવામાં આવશે.

 

મચ્છુ હોનારતની ડોક્યુમેન્ટરી ફિલ્મ જોવા નીચેની લિંક ક્લિક કરો

- text