મોરબીમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા અહેમદ પટેલની જીતની ઉજવણી કરાશે

- text


મોરબી : રાજ્યસભાની ચુંટણી ભાજપ અને કોંગ્રેસ ચૂંટણી જીતવા બંને પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યા બાદ ચૂંટણીના યુદ્ધમાં અંતે મોડી રાત્રે અહેમદભાઈ પટેલ રાજ્ય સભાની ચુંટણીમાં પુનઃ વિજય થયા છે તેથી આ જીતની ઉજવણી માટે મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા આજે સાંજે 4 વાગે નગર દરવાજે અને નેહરુ ગેટ ખાતે ફટાકડા ફોડી કોંગ્રેસ ની જીતની ઉજવણી કરવામાં આવશે.મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજા અને શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ કાવરની યાદીમાં જણાવામાં આવ્યું હતું .

- text

- text