મેલેરિયા મુક્ત ગુજરાત અંતર્ગત માળીયા ખાતે બાઇક રેલી યોજાઇ

- text


માળીયા મિયાણા : મેલેરિયા મુક્ત ગુજરાત 2022 અંતર્ગત ગઈકાલે માળીયા તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા બાઈક રેલીનું આયોજન કરાયું હતું.
માળિયા મીયાણા જેવા પછાત વિસ્તારમાં ખાસ કરીને આરોગ્ય બાબતે જાગૃતિ ની જરૂર કેરવાય અને લોકોને મેલેરિયા મુક્ત ગુજરાત 2022 બને એવા હેતુસર ગઈકાલે માળિયા શહેરમાં હેલ્થ ઓફિસ માળિયા દ્વારા લોક જાગૃતી અને મલેરિયા મુક્તિ માટે એક બાઇક રેલીનુ આયોજન આરોગ્ય કેન્દ્ર માળિયા ના ઉપક્રમે કરવામાં આવ્યું હતું.
જેમા હેલ્થ કેન્દ્રના કર્મચારીઓ બહોળી સંખ્યાબંધ જોડાઈને આરોગ્ય કેન્દ્ર થી પોલીસ લાઈન મેઇન બજાર વાગડીયા જાપે થઈ મામલતદાર કચેરીએ વિવિધ બેનરો સાથે પત્રિકાઓ વિતરણ કરી લોક જાગૃત કેળવેલ આ રેલીમાં વિશ જેટલા બાઇક સાથે નરેશ પરમાર મુકેશ પરમાર પંકજ પીઠડીયા સાથે આરોગ્ય વિભાગ માળિયા ના કર્મચારીઓ જોડાયા હતા.

- text