133 ટકા વરસાદ સાથે મોરબી જિલ્લો સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં મોખરે

- text


મોરબી : મોરબી જિલ્લામાં ઓણસલ કુદરતનો કહેર અને કૃપા બને વરસતા સમગ્ર સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં મોસમના કુલ વરસાદમાં 133 ટકા વરસાદ સાથે મોરબી જિલ્લો મોખરે રહ્યો છે

મોરબી જિલ્લા કલેક્ટર આઈ.કે.પટેલે વિગતો આપતા જણાવ્યું હતી કે ચાલુ વર્ષે મોરબી જિલ્લામાં 1જૂન થી ટંકારા તાલુકામાં શરૂ થયેલા વરસાદના મુહર્ત બાદ સમગ્ર સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં થયેલા કુલ વરસાદની સરખામણીમાં મોરબી જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે,
મોરબી જિલ્લામાં તારીખ 25 જુલાઈ સુધીમાં મોરબી શહેરમાં 627 મીમી,ટંકારામાં 1135મીમી,વાંકાનેરમાં 684 મીમી,માળીયા (મી)માં 503 મીમી એ હળવદમાં 331 મીમી વરસાદ મળી જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશથી 133 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

- text

- text