મોરબી સહીત ગુજરાતની તમામ નગરપાલિકાના કર્મચારીઓ 21મીથી ત્રણ દિવસની હડતાલ પર

- text


સાતમા પગાર પંચ સહિતના પડતર પ્રશ્ને પાલિકાના કર્મચારીઓ હડતાલનું એલાન આપ્યું : સફાઈ, પાણી, લાઈટ સહિતની સુવિધા ખોરવવાની શક્યતા

મોરબી : સાતમા પગાર પંચ સહિતના પડતર પ્રશ્ને ગુજરાતની નગર પાલિકાના કર્મચારીઓ લાંબા સમયથી આંદોલન ચલાવી રહ્યા છે. ત્યારે આ મુદ્દે હજુ સુધી કોઈ ઉકેલના આવતા પાલિકાના કર્મચારીઓ આક્રમક બની આગામી 21મી જૂનથી ત્રણ દિવસ માટે હડતાલ પર જવાનો નિર્ણય લીધો છે. આ અંગે ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળના ઉપપ્રમુખ અને મોરબી પાલિકા કર્મચારી યુનિયનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાએ આ અંગે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે નગર પાલિકાના કર્મચારીઓનો સાતમા પગાર પંચ આપવાની મહેકમ મર્યાદા નાબૂદ કરવાની તેમજ કોમનકેડર કરવા તથા રોજમદારોને કાયમી કરવા જેવી વિવિધ માંગણીઓના મુદ્દે સરકાર તરફથી કોઈ ઉકેલ ના લાવતા આ હડતાલ પાડવામાં આવી રહી છે. જેમાં મોરબી પાલિકાના 400થી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાશે. મોરબી પાલિકોનો તમામ સ્ટાફ ત્રણ દિવસ સુધી તમામ કામોથી અળગા રહેવાના હોવાથી શહેરમાં સફાઈ, પાણી વિતરણ અને લાઈટ જેવી પ્રાથમિક સુવિધાને ગંભીર અસર થવાની શક્યતા છે. જયારે પાલિકાના કર્મચારીઓની ત્રણ દિવસ હડતાલ બાદ બીજા ત્રણ દિવસ જાહેર રાજા આવતી હોવાથી લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. પાલિકાના કર્મચારીઓના કારણે શહેરીજનોને થનારી હાલાકી અંગે દરગુજર કરી મોરબી પાલિકા કર્મચારી યુનિયન દ્વારા શહેરીજનો સહકાર આપવાની અપીલ કરવામાં આવી છે.
જોકે મોરબી સહિતની ગુજરાતભરની 162 નગરપાલિકાના કર્મચારીઓ વિશ્વ યોગ દિવસના રોજથી જ ત્રણ દિવસ માટે હડતાલ પર ઉતરવાની જાહેરાત કરતા આ બાબતે સફાળી જાગેલી ગુજરાત સરકારે તારીખ 20 જૂન ના રોજ પાલિકા કર્મચારી યુનિયનના હોદેદારોને ગાંધીનગર મંત્રણા માટે બોલવામાં આવ્યા છે. ત્યારે આ મંત્રણા પર સૌની નજર મંડાયેલી છે.

- text

- text