નર્મદા ડેમના દરવાજા બંધ કરવાની મંજુરી મળતા ગુજરાત સૌરાષ્ટ્રના લોકોને ઘણો ફાયદો થશે.-કેન્દ્રિયમંત્રીશ્રી જે.પી.નડ્ડા

- text


મોરબી ખાતે યોજાયેલ સબકા સાથ સબકા વિકાસ સંમેલન સંપન્ન

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સફળ નૈતૃત્વમાં કેન્દ્ર સરકારના સુશાસન ના ત્રણ વર્ષ પુર્ણ થતા સરકારે જન- કલ્યાણની અનેકવિધ અમલી બનાવાયેલી યોજનાઓમાં કાર્યક્રમોમાં મેળવેલી સિધ્ધીઓ ને લોકો સુધી પહોંચાડવા તથા પ્રત્યેક જનને આની જાણકારી મળી રહે તે હેતુથી દરેક જિલ્લાઓને આવરી યોજાઈ રહેલા સૌના સાથ-સૌના વિકાસ સંમેલન ના ભાગરૂપે આજે મોરબી જિલ્લામાં મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે આ સંમેલન કેન્દ્રિય આરોગ્યમંત્રી શ્રી જે.પી નંડ્ડા ના આધ્યક્ષ સ્થાને યોજાયુ હતું..મંત્રીશ્રીએ દિપ પ્રગટાવી સમારોહનો પ્રારંભ કરાવ્યો હતો.

કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી શ્રી જે.પી.નડ્ડાએ ઉદબોધનમાં જણાવ્યુ હતુ કે, કુશળ શાશકનો દેશની પ્રજાને સારો લાભ મળતો હોય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની નૈતૃત્વ હેઠળની આ સરકારે “સબકા સાથ સબકા વિકાસ” મંત્રને સત્તા સ્થાને રાખી તમામ વર્ગો અને તમામ ભારતીયનો વિકાસ થાય તે માટેના કાર્યક્રમો હાથ ધર્યા છે. તેમ જણાવી તેમણે ઉમેર્યુ કે પહેલા ૧૨૫ કરોડ લોકોમાંથી બેંકમાં માત્ર ત્રણ કરોડ બેંક  ખાતા હતાં. જે આ સરકાર આવ્યા પછી જનધન-યોજના થકી ૨૯ કરોડ લોકોના બેંક ખાતા ખુલી ગયા છે અને દરેક ખાતેદાર ને રૂ.૧ લાખ નુ વિમા કવચ પુરૂ પાડવામાં આવ્યુ છે અને આના દ્રારા બેંકમા રૂ.૬૬ કરોડ જમા થયા છે. જ્યારે પ્રધાન મંત્રી મુદ્રા યોજનાનો ૭ કરોડ લોકોએ લાભ લીધો છે જ્યારે ગરીબ મહીલાઓ ને ચુલો ન ફુકવો પડે અને આવી મહીલાઓનુ સ્વાસ્થય પણ સારી રીતે જળવાઇ રહે તે માટે ઉજ્જવલા યોજના હાથ ધરી છે આ યોજના હેઠળ ૫ કરોડ મહીલાઓને એલ.પી.જી ગેસ કીટ આપી દેવામા આવી છે અને હજુ આ કાર્યવાહી ચાલી રહી છે તેમ તેમણે જણાવ્યુ હતુ

મંત્રીશ્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સફળ નૈતૃત્વમાં તેમની ઝડપી નીતી વિષયક નિર્ણયના દ્રષ્ટીકોણથી આજે ભારતનું વિશ્વમાં માન-સન્માન વધ્યું છે. અમેરીકા જેવા કેટલાય દેશોમા આજે ભારતીયો ત્યાંની  સાશન વ્યવસ્થામાં  અગત્યનો ભાગ ભજવતા થયા છે.તેમ તેમણે જણાવ્યુ હતુ. નર્મદા ડેમના દરવાજા બંધ કરવાની મંજુરી મળતા હવે ડેમમા વધુ પાણી ભરાવવાથી ગુજરાત સૌરાષ્ટ્રની પ્રજાને આનો ઘણો લાભ મળશે તેમ તેમણે જણાવી આ સરકારે પ્રધાનમંત્રી ફસલ યોજના તથા પ્રધાનમંત્રી સિંચાઈ યોજના હેઠળ ખેડુતોને સારા લાભ આપવાનુ કાર્ય કર્યુ છે તેમ તેમણે જણાવ્યુ હતુ કેન્દ્ર સરકારે અમલી બનાવેલી વાજપાઈ પેન્શન યોજના, જીવન જ્યોતી વિમા યોજના સહીત અનેક યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી હતી

- text

આ પ્રસંગે ગ્રામ ગૃહ નિર્માણ અને પંચાયત રાજ્ય શ્રી જયંતીભાઇ કવાડીયાએ શ્રી નરેન્દ્રભાઇ વડાપ્રધાન પદે આવ્યા પછી ૧૪ માં નાણા પંચમા ગુજરાતને વધુમાં વધુમાં નાણા મળ્યા છે તેમ જણાવી તેમણે જણાવ્યુ કે  સાચા અર્થમા આ દેશની ગ્રામ પંચાયતોને પુરતા નાણા ફાળવી ગ્રામ પંચાયતને વિકાસની નવી દીશા આપવાનુ આ સરકારે કાર્ય કર્યુ છે આ પ્રસંગે સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયાએ સરકારમા ઈચ્છા શક્તિ હોય તો પ્રજાના કામો સારી રીતે અને ઝડપી  થઇ શકે છે એટલેજ પ્રબળ ઈચ્છા શક્તિ ધરાવતા વડા પ્રધાન શ્રીનરેન્દ્રભાઇ મોદીની આ સરકારે સત્તાગ્રહણ કર્યાના ફક્ત ૧૭ દિવસમા નર્મદા ડેમના દરવાજાની  ઉચાઈ વધારવાની ગુજરાત સરકારની વર્ષોની માગણી ને મંજુરી આપી દેવામા આવી સાથે તુરત કામ પણ હાથ ધરી દેવામાં આવ્યું હતું.  આજે પાણી ક્ષમતા વધારવા નર્મદા ડેમના દરવાજા બંધ કરવાની મંજુરી આપી દેવામા આવી છે જેના થી ગુજરાત સૌરાષ્ટ્રને અનેક ગણો ફાયદો મળશે તેમ તેમણે જણાવ્યું હતું.આ પ્રસંગે ધારાસભ્યશ્રી કાંતીભાઇ અમૃતિયાએ કેન્દ્ર સરકારે તેની ત્રણ વર્ષની પ્રજા કલ્યાણની ઉપલબ્ધીઓ જન જન સુધી આવા કાર્યક્રમો થકી પહોંચાડવાની જે ઇચ્છા શકિત દર્શાવી છે. આવી આ પહેલી કેન્દ્રની સરકાર હશે તેમ તેમણે જણાવ્યું હતું.

કાર્યક્રમમાં મંત્રીશ્રી નડ્ડાના હસ્તે ઉજજવલા યોજના હેઠળની લાભાર્થી મહિલાઓને એલ.પી.જી.ગેસ કિટ અર્પણ કરાઇ હતી. કાર્યક્રમમાં કેન્દ્ર સરકારે તેના ત્રણ વર્ષમાં પ્રજાહિતના લીધેલા નિર્ણયોની સી.ડી.દર્શાવવામાં આવી હતી.મંત્રીશ્રી નડ્ડાનું મોરબી જિલ્લા  ભાજપ હોદેદારો દ્રારા વિશાળ પુષ્પહાર અને સ્મૃતીચિન્હ અર્પર્ણ કરી બહુમાન કર્યુ હતું. કાર્યક્રમમાં શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ ભાઇ-બહેનોએ શોર્યગીત,સર્જિકલ સ્ટ્રાઇક સોંગ અને રાસ સુંદર રીતે રજુ કર્યાં હતાં.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી બાવનજીભાઇ મેતલીયા, ગુજરાત પવિત્ર  યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ શ્રી રાજુભાઇ ધ્રુવ, ગુજરાત રાજય પછાત વર્ગ વિકાસ નિગમના   ઉપાધ્યક્ષ શ્રી પ્રદીપભાઇ વાળા, ગુજકોમાશોલના ડીરેક્ટર મગનભાઇ વડાવીયા, જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી રઘુભાઇ ગડારા, જીલ્લા કલેક્ટર શ્રી.આઇ.કે.પટેલ, જીલ્લા વિકાસ અધીકારીશ્રી એસ.એમ.ખટાણા, મોરબી નગરપાલીકા પ્રમુખ ગીતાબેન કણઝારીયા, ઉપ પ્રમુખ ભરતભાઇ ઝારીયા, નિવાસી અધીક કલેક્ટર શ્રી પી.જી.પટેલ, નેશનલ હાઈવે ઓથોરેટીના પ્રોજેક્ટ ઓફીસર શ્રી પી.કે. સિંગ, એસ.ટી બોર્ડના ડિરેક્ટર બિપીનભાઇ  દવે, તેમજ જિલ્લા શહેરના અગ્રણીશ્રીઓ શ્રી હીરેન પારેખ, શ્રીજયોતીસિંહ જાડેજા, શ્રીલાખાભાઇ ઝારીયા તેમજ વિશાળસંખ્યામાં લોકો  ઉપસ્થીત રહ્યા હતાં.

- text