ટંકારા : હડમતિયા (પાલણપીર) ગામે આશરે ૩૦૦ વર્ષ પુરાતન હનુમાનજીના મંદિરમાં ચાલતી સેવાકિય પ્રવૃત્તિ

- text


ટંકારા તાલુકાના હડમતિયા ગામમાં આશરે ૩૦૦ વર્ષ પુરાતન હનુમાનજી મંદિર આવેલુ છે. છેલ્લા સાત-આઠ વર્ષથી આ મંદિરનો જીર્ણોદ્ધાર કરીને સુંદર મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગામના જ વયોવૃધ્ધ વ્યકિતને આ મંદિરના ઈતિહાસ વિશે પૂછતા મોરબી અપડેટને જાણવા મળ્યું છે કે, પહેલા ગામનો ઝાપો (દરવાજો) આ તરફ હતો. માટે જ અહી હનુમાનજી બેઠા છે અને તેની બાજુમાં જ આ ધટાટોપ આંબલીની છાયામાં અમે રમતા અને અપણા વડવાઓ પણ આ આંબલી નીચે રમેલા છીએ. તેથી ગામ લોકો તેને “આંબલીપડા હનુમાનજી” તરીકે ઓળખે છે. છેલ્લા ચાર વર્ષથી આ મંદિરના પ્રટાગણમાં કોઈ પણ નાત-જાતના ભેદભાવ રાખ્યા વિના નિશુલ્કપણે ધોરણ ૧થી ૭ ના વિદ્યાર્થીઓના ટયુશન પણ ચાલે છે. આ ટયુશન કલાસિસ ચલાવવા પાછળનો તમામ ખર્ચ ગામના દાતાઓશ્રી તેમજ ધુનમંડળ ભોગવે છે. અહીં દર શનિવારે રાત્રે ધુન-ભજન જેવી ધાર્મિક પ્રવૃત્તિઓ પણ થતી હોય છે. આવી સેવાકિય પ્રવૃત્તિઓનું આયોજન મેરજા હંસરાજભાઈ, સુરાણી દિલિપભાઈ, મેરજા મનજીભાઈ તેમજ અન્ય સેવાભાવીઓશ્રી કરી રહ્યા છે.

- text