મોરબી : ખરેડા સેવા સહકારી મંડળીના સભાસદો દ્વારા ખરીફ પાક લોન આપવા રજૂઆત

- text


શ્રી ખરેડા સેવા સહકારી મંડળીનાં સભાસદોએ મંત્રીશ્રી ઈશ્વરભાઈ પટેલને વર્ષ ૨૦૧૭-૧૮માં ખરીફ પાક લોન ન મળવા બાબતે અરજી કરી જણાવ્યું હતું કે, ગત વર્ષ એટલે કે ૨૦૧૬-૧૭ની ખરીફ પાક લોન એપ્રિલ-મેં ૨૦૧૭માં ભરપાઈ કરી દીધેલી છે. જે લોનની હવે અમારે અમારી ખેતી કરવા માટે જેવી કે ખેડ કરવા, રાસાયણીક ખાતર ખરીદવા બિયારણ/દવા ખરીદવા ખરીફ પાક લોનની જરૂર હોય ખરીદ સેવા સહકારી મંડળીમાંથી ખરીફ પાક લોન મળશે નહીં તેમ જણાવ્યું છે.
ગુજરાત સરકાર શ્રીની ખરીફ પાક લોન રૂ. ૧થી ૩૦૦૦૦૦ સુધીની વ્યાજ, સબસીડીવાળી લોન ન મળતા ખર્ચા કેવી રીતે કાઢશું? આ પ્રશ્ન સાથે ખરીફ પાક લોન ન મળતા અમૂક ખેડૂતોને આપઘાત કરવા જેવી પરિસ્થિતિ થાય એવું છે. આથી ખેડૂતોને ખરીફ પાક લોન આપવા શ્રી ખરેડા સેવા સહકારી મંડળીએ જણાવ્યું છે.

- text