મોરબી : શાળા પ્રવેશોત્સવ દરમિયાન આરોગ્ય વિષયક જાણકારી અપાઈ

- text


ગુજરાત ૨૦૨૨ અભિયાનને કેન્દ્રમાં રાખી સ્વચ્છ અને રોગમુક્ત ગુજરાતનાં નિર્માણ માટે શાળા પ્રવેશોત્સવમાં જિલ્લા પંચાયત કચેરી આરોગ્ય શાખા દ્વારા પ્રશંસનીય કામગીરી

- text

મોરબી જિલ્લાની ૫૯૦ શાળામાં ગુજરાત સરકાર દ્વારા તા.૮થી ૧૦ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલુ હતું. આ કાર્યક્રમની સાથે મોરબી જિલ્લાની તમામ શાળાઓમાં ગુજરાત ૨૦૨૨ અભિયાન અંગે લોકજાગૃતિ લાવવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં પ્રવેશોત્સવમાં હાજર રહેતા વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ, ગામના આગેવાનો, સરપંચશ્રીઓ, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ, કાર્યક્રમના મુખ્ય મહેમાનો અને ઉદ્દઘાટકોને જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા મેલરિયા મુક્ત ગુજરાત અંગે તેમજ મેલરિયા શું છે? શેના દ્વારા થાય છે? કેવી રીતે ફેલાય છે? તેમજ તેના અટકાવવાના ઉપાયો વિશે મુખ્ય આરોગ્ય અધિકારી ડો. કતીરા, ડો. વારેવાડીયા,ડો. નિમાવત , ડો. બાવરવા સહીત ના અધિકારીઓએ દ્વારા  વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ આ અભિયાનમાં જોડાવા અને ગુજરાતને મેલરિયા મુકત કરવા અંગે આહવાન કરવામાં આવ્યું હતું. લોકોને સ્વચ્છતા જાળવવા, પાણીના ખાબોચિયા પૂરી દેવા, નકામા ટાયર વગેરે પાત્રોને નિકાલ કરવા અને મચ્છરદાનીનો ઉપયોગ કરવો વગેરે બાબતોનું કાર્યક્રમના ઉદ્દઘાટકો દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું હતું. આમ, સબકા સાથ સબકા વિકાસના સૂત્રને સાર્થક કરી મોરબીને મેલરિયા મુક્ત બનાવવાનાં અભિયાનમાં તમામ લોકોને સહભાગી થવા આહવાન કરવામાં આવ્યું હતું.

- text