વાસ્તુ શાસ્ત્રની દ્રષ્ટિએ મોરબી શહેર કેવું છે ? જાણો અહીં

- text


જાણીતા વસ્તુ શાસ્ત્રી ડો. હિતેષ મોઢા દ્વારા મોરબીના વાસ્તુ અંગે રસપ્રદ લેખ

જાણીતા વસ્તુ શાસ્ત્રી ડો. હિતેષ મોઢા જણાવે છે કે આ શહેર વસ્યાને આજે ૫૦૦ વર્ષ થઈ ગયા છે. ઈ.સ ૧૬૯૦ પછી કાયાજી જાડેજાએ મોરબી વસાવ્યુ. ત્યારે વાસ્તુશાસ્ત્ર આધારિત જમીનનુ ચયન કર્યુ હતુ. એવી શ્રુત પરંપરામાં જાણવા મળ્યુ. કચ્છપ ભૂમિનુ ચયન કર્યુ.  વેદીક વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ધરતી-જમીન કાચબાની ઢાલ જેવી હોય તે અતિ અતિ સમૃદ્ધ મનાય છે, આ કચ્છના રાજવીએ સૌરાષ્ટ્રમાં આ જમીન મોરબી સમીપ ભાળી, શાસ્ત્રોક્ત પરિક્ષણ બાદ શહેરનુ નિર્માણ શરુ કર્યુ.. વેદીક વાસ્તુશાસ્ત્ર અનુસાર ચારે દિશા તરફ ઢાળ અને મધ્ય ભાગ ઊંચો હોય તેને કચ્છપપીઠીકાગૌ અથવા કુર્મપીઠ કહેવામાં આવે છે, અને આવા ભુખંડ (સાઈટ) શહેર તથા પાટનગર માટે ઉત્તમ મનાય છે.  આવી જમીન સમૃદ્ધિનો પર્યાય ગણાય છે.

આ શહેરની સમૃદ્ધિનું બીજુ અતિ અગત્યનું કી ફેક્ટર છે, પૂર્વ ઈશાનમાં વહેતી નદી, અને પશ્ચિમમાં વસેલુ શહેર.  ઉપરાંત પ્રશ્ન પણ થશે તો મોરબી ડેમની હોનારત કેમ? જવાબ મોરબી શહેરના આગ્નેય કોણ પર મચ્છુ ડેમ બાંધવામાં આવ્યો આથી હોનારતની સંભાવના નકારી ન શકાય. કોઈ પણ શહેરમાં અગ્નિ કોણમાં રહેલા જલ સંગ્રહ આપત્તિના કારક મનાય. મુંબઈ સુરત. આ બન્ને સમ્રુદ્ધ શહેરમાં જલ હોનારત… તેમ જ ચેન્નાઈ. એ ઉપરાંત  પોરબંદર આ આઈલેન્ડ શહેરનો  એક નાનો હિસ્સો આગ્નેયમાં જલ સંગ્રહ રૂપે હોતા આ શહેરમાં મોરબી જેવી હોનારત ઘટી છે.  ઉપરોક્ત શહેરમાં જલનો પ્રવાહ વહેણ કે ડેમ ઈશાન કોણ તરફ પણ આવેલા હોતા બારમાસી વૈભવ અને સમૃદ્ધિને વર્યા છે. આગ્નેય કોણમાં રહેલ જલ સંગ્રહથી આવતી હોનારતને ટાળી પણ શકાય છે, આ એક મોટુ વહીવટી કાર્ય છે. જેમાં સરકાર, પાલિકા તેમજ શહેરીજનો, એનજીઓ સાથે મળીને કામ કરે તો શક્ય છે.

- text

આવા શહેર જેમ જુના થાય તેમ સમૃદ્ધિઓમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે.  મોરબી શહેર ઘણા બધા ઉત્પાદો માટે આખા દેશમાં શીરમોર રહ્યુ છે. ઉ.ત. નળીયા, ટાઈલ્સ, સિરામિક, ઘડીયાળ તેમજ એન્જીનિયરીંગ કોલેજ કે અરુણ ઘી, ક્લીન સેનેટરી નેપકીન્સ.વર્તમાન સમયમાં જોઈએ તો ઠાકર લોજનુ સ્વાદીષ્ટ ભોજન જે ગુજરાતી થાળી માટે આઈકોનિક ગણાવા લાગ્યુ છે.  હજુ પણ આવા ઘણા ઉત્પાદો મોરબી શહેરના ખાતે બોલે છે.

વેદીક વાસ્તુ શાસ્ત્ર અનુસાર શહેરના રાજવી સ્થાપત્યની ચર્ચા આગામી લેખમાં રજુ કરીશુ સાથે મોરબીની જન્મ કુંડલીનો અભ્યાસ પણ.
{આ લેખકનો પરિચય અલ્પ શબ્દમાં આપવો કઠીન છે.  તેના નામ આગળ  અનેક વિશેષણ લાગે છે, વેદીક જ્યોતિષ-વાસ્તુ શાસ્ત્ર જેવા ગહન વિષયો પર ૨૭ વર્ષનો અભ્યાસ સંશોધન ધરાવે છે.  તેમજ ઈન્ડોલોજી, અને ભાષાવિજ્ઞાનના પણ સ્કોલર છે. આધુનિક હ્યુમન સાઈક્લોજી અને વેદીક જ્યોતિષનો સમન્વય, સહાસ્તિત્વ ને વિશ્વ સમક્ષ રજુ કરનાર પ્રથમ ભારતિય.  આગામી સમયમાં આ વિદ્વાન જ્યોતિષ લેખકના અન્ય લેખનુ રસપાન કરતા રહેશુ. તેમજ સંભવ હશે તો નેક્સ્ટ વીક થી સાપ્તાહિક ફળ જ્યોતિષ.}


પં. ડો. હિતેષ એ. મોઢા
જયોતિષ-વાસ્તુ તજજ્ઞ
આર્ય ગૌરવ પુરસ્કાર વિભુષિત
ડબલ ગોલ્ડ મેડાલીસ્ટ
રાજકોટ.
૧ વાઘેશ્વરી પ્લોટ, પોરબંદર
ફોન. ૯૧૭૩૩૮૮૨૭૯– ૯૮૭૯૪૯૯૩૦૭
www.ishanastrovastu.com
www.ishanastovastu.blogspot.com

- text