મોરબી : પાલિકા હસ્તકની જગ્યાનાં દબાણો દૂર કરવા માંગણી

- text


મોરબીનાં કાલીકા પ્લોટ વિસ્તારમાં પાલિકા હસ્તકની જગ્યામાં જે-તે સમયે અધિકારીઓ દ્વારા સ્ટે આપી મિલ્કત સીલ કરવામાં આવી હોવા છતા બાંધકામ ચાલુ હોવા અંગે ફરીથી મિલ્કત સીલ કરી બિન અધિકૃત બાંધકામ દૂર કરવાની માંગ કરવામાં આવી છે.
મોરબી જિલ્લાનાં વિશ્વ હિંદુ પરિષદનાં સૌરાષ્ટ્ર પ્રાંતનાં અધિકારી રામનારાયણ દવેએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે કે, મોરબી નગરપાલિકા હસ્તકનાં મતવા વાસમાં પબ્લિક વર્કર્સ ડીપાર્ટમેન્ટનાં ડેલામાં ઘણા સમયથી ચોક્કસ કોમનાં લોકો દ્વારા ચોક્કસ હેતુસર બિનઅધિકૃત બાંધકામ કરવામાં આવી રહ્યું છે. આ બાંધકામ ખડકી પાલિકાની જગ્યા પચાવવાનું ષડયંત્ર થઈ રહ્યું છે. આ બાબતે અનેક રજૂઆત કરતા જે-તે સમયે પ્રાંત અધિકારીએ આ જગ્યાને સ્ટે આપી મિલ્કત સીલ કરી હતી પરંતુ પ્રાંત અધિકારીનાં આદેશનું ઉલ્લંધન કરી ફરીથી જાહેર મિલ્કતમાં બાંધકામ ચાલી રહ્યું છે. આથી પ્રાંત અધીકારીના આદેશનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરી બિનઅધિકૃત બાંધકામ કરનાર સામે કડક પગલા લેવા વિહિપ દ્વારા માંગણી થઈ છે.

- text