મોરબીની પંચાયતોને ૩૫ કરોડનો પાણી વેરો ભરવાની નોટીસ તઘલધી પગલું : બ્રિજેશ મેરજા

- text


ગુજરાત પાણી પુરવઠા બોર્ડનાં સચિવશ્રીને વેરાની નોટીસ મુલત્વી રાખવા અનુરોધ કરાયો

મોરબી : ૩૦૦ જેટલાં ગામોનાં બાકી વર્ષનાં પાણી વેરાની ૩૫ કરોડ રૂ.ની રકમ વસૂલવા મામલે પાણી પુરવઠા બોર્ડે ગ્રામ પંચાયતોને નોટીસ આપી ૭ જુન સુધીમાં બાકી પાણી વેરો ન ભરતા પાણી પુરવઠો બંધ કરવાની ચેતવણી આપી છે. બોર્ડનાં તઘલગી નિર્ણય અંગે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, એક તરફ તાયફાઓમાં કરોડો ગેલન પાણી વેડફી નાખતી ભાજપ સરકારે મસમોટા ઔદ્યોગિક ગૃહોનો કરોડોની માંડવાળ કરી લીધી છે જ્યારે પાણીનાં એક એક ટીપા માટે વલખા મારતી પ્રજાને તરસી રાખી પાણી વેરો ઉઘરાવો એ નૈતિકતા નથી. જે અંગે ગુજરાત પાણી પુરવઠા બોર્ડનાં સભ્ય સચિવશ્રીને આ નોટીસ મુલત્વી રાખવા અનુરોધ કરાયો છે. ભૂતકાળમાં કોંગ્રેસ સરકારે ગ્રામ પંચાયતનાં વોટર વર્કસ વીજ બીલ માફ કર્યા ઉપરાંત વિજળી નીશુક્લ આપવાનું પ્રજાહિતનું પગલું ભર્યું હતું ત્યારે ભાજપે કોંગ્રેસ સરકારમાંથી કઈક શીખીને પાણી વેરાની પઠાણી ઉઘરાણી બંધ કરવી જોઈએ.
ગ્રામ્ય પંચાયતોનાં હક્ક ઉપર તરાપ મારતો પરિપત્ર જાહેર કરી પાણી વેરા જેવા ગતકડાને આધારે ભાજપ સરકાર લોકોને બાનમાં લેવા પ્રયત્નો કરી લોકોને હેરાન-પરેશાન કરવાનું બંધ કરે એ લોકહિતમાં જરૂરી છે. મોરબી પાલિકામાં જેવું કોંગ્રેસનું શાસન આવ્યું તુરત જ કરોડોનું પાણી બીલ પાલિકાને ભરવાની ફરજ પાડવામાં આવી જ્યારે ૫ વર્ષ નગરપાલિકામાં ભાજપ હતું ત્યારે સરકાર આંખ આડા કાન કરતી હતી. આમ, કોંગ્રેસશાસિત પાલિકાઓને યેન-કેન પ્રકારે ભાજપ હેરાન કરવાનું બંધ કરી પ્રજાને ત્રાસનાં આપે એવું બ્રિજેશ મેરજાએ જણાવ્યુ હતું.

- text

- text