બગથળા ગામમાં ફેલાયેલા ભેસિયા તાવ વિશે ડોક્ટર શું કહે છે જાણો..

- text


મોરબી તાલુકાનાં બગથળા ગામે ભેસીયા તાવ તરીકે ઓળખાતા બૃસેલા રોગ થતા ચિંતાજનક માહોલ જોવા મળ્યો છે. ત્યારે બગથળા ગામનાં ડોક્ટર રાહુલ કોટડીયાએ આ અંગે પ્રતિક્રિયા આપતા મોરબી અપડેટને જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ભેસિયા તાવનાં કુલ ૧૮ કેસો નોંધાયા છે. જે દર્દીઓની સારવાર ચાલુ છે. નવા કોઈ કેસ નોંધાયા નથી. હાથ ધરાયેલા સર્વે મુજબ ૯૫૦ ઘરોમાં આ રોગ છે કે નહીં તેનો સર્વે કરવામાં આવ્યો છે. આ ગામડાંમાં એક ગાય અને એક ભેસનાં કારણે આ રોગ ફેલાયો છે. જે ગાય-ભેસનું દૂધ ઉકાળ્યા વગર જેમણે પીધું છે તેઓને આ રોગ લાગુ પડ્યો છે. આમાં કોઈ ભયજનક બાબત નથી. બેસિયા તાવ દરમિયાન કળતર, પેટમાં દુઃખાવો અને તાવમાં ઉતારચઢાવ થાય છે. નિયમિત દવા અને સારવાર લેવાથી ભેસિયા તાવમાંથી બચી શકાય છે તેવું ડોક્ટર રાહુલ કોટડીયા મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું છે.

- text