ટંકારા સ્પિનિંગ મીલમાં આગથી ૭૦ લાખની નુકસાની

- text


ટંકારા તાલુકાના લખધીરગઢ ગામના સિમાડે આવેલી રાધાલક્ષ્મી સ્પિનિંગ મીલમાં આગ લાગતા મોરબી ફાયરબ્રિગેડની ટીમેં ધટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનાથી સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી પરતુ કપાસની ગાસડી અને મશિન સહીત અંદાજે ૭૦ લાખ રૂપિયા જેટલી આર્થિક નુકશાની થઈ છે.
બનાવની મળતી વિગતો મુજબ ટંકારા નજીકના વિકસીત ગામ લખધીરગઢ પાસે આવેલી મહાકાય ફેક્ટરી રાધાલક્ષ્મીમાં ગઈકાલે બપોરના સમયે કોઈ કારણસર ધુમાડાના ગોટા સાથે આગ લાગી હતી. આગની જાણ મજુરો અને માલીકને થતા પાણીનો મારો ચલાવી આગને વધારતા રોકી હતી ત્યારે મોરબી ફાયરબ્રિગેડની ટીમે ધટનાસ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. આ બનાવમા અંદાજે ૭૦ લાખ રૂ.ની આર્થિક નુકશાની થઈ છે. જે અંગે ટંકારા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે
ટંકારા કોટન ક્ષેત્રે મોટી નામના ઘરાવે છે ત્યારે અહીં અવારનવાર આગ લાગવાના બનાવો બનતા હોય ફાયર ઓફિસ ન હોવાથી રાજકોટ, મોરબી, વાકાનેર કે ધ્રોલનો સહારો લેવો પડે છે. આ બનાવમા કોઈ જાનહાનિ થઈ નથી પરતુ આગના ધુમાડાથી ફેકટરીમાં કામ કરતા મંજુરોમા અફરાતફરી મચી જવા પામી હતી

- text