મોરબી માં તા. 7 મે ના રોજ બ્રહ્મસમાજ ના સમૂહલગ્ન અને યજ્ઞોપવિત સમારોહ યોજાશે

- text


 

મોરબી : સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા તારીખ 7 મે ના રવિવારે રત્નકલા એક્સપર્ટ ગ્રાઉન્ડ સમય ગેટ ની બાજુમાં શનાળા રોડ મોરબી ખાતે સમૂહ લગ્ન અને યજ્ઞોપવિત ધારણ વિધિના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બ્રહ્મસમાજ ના સાત યુગલો લગનગ્રંથી થી જોડાશે તથા આગિયાર બટુકો યજ્ઞોપવિત ધારણ કરશે આ પ્રસંગે હિન્દૂ ધર્મ આચાર્યસભા કન્વીનર પરમ પૂજ્ય સ્વામી પરમાત્માનંદજી સરસ્વતીજી, નાગડાવાસ આશ્રમ ના ઋષિકુમારીજી તથા ગાયત્રી મંદિર વાંકાનેર ના અશ્વિનભાઈ રાવલ, પ્રાંત અધિકારી કેતનભાઈ જોશી, જિલ્લા શિક્ષણ અધિકારી બી એન દવે, આરટીઓ અધિકારી એ જે વ્યાસ, ડેપ્યુટી પાણી પુરવઠા અધિકારી પ્રશાંતભાઈ ત્રિવેદી, નાયબ મામલતદાર નીખિલભાઈ જોશી , નવનીતભાઈ મહેતા, પીએસઆઇ ચંદ્રકાન્તભાઈ શુક્લ, બ્રહ્મસમાજ અગ્રણી નરેન્દ્રભાઈ ઠાકર, મંગલિકવિધિ ના આચાર્ય જીગ્નેશભાઈ પંડ્યા સહિતના બ્રહ્મસમાજ ના સમાજ શ્રેષ્ઠિઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ છે. માંગલિક અવસરો માં તારીખ 7 ના રોજ સવારે 5:00 થી 6:00 વાગ્યે માત્ર કન્યા પક્ષ તથા બટુક માટે મંડપ મહુરત તથા ગ્રહશાંતિ, સવારે 6:00 થી 7:30 વાગ્યા સુધી યજ્ઞોપવિત ધારણ વિધિ, સવારે 8:30 કલાકે કાશી યાત્રા તથા જાન ના સામૈયા, સવારે 9:00 કલાકે હસ્ત મેળાપ, સવારે 10:00 થી 11:00 કલાક સુધી આશીર્વચન, બપોરે 11:30 કલાકે ભોજન સમારંભ, બપોરે 1:30 કલાકે જાન વિદાય કરવામાં આવશે. આ કાર્યક્રમ એ સફળ બનાવવા માટે સંસ્થા ના પ્રમુખ નરેન્દ્રભાઈ પંડ્યા, મહામંત્રી મધુસુદનભાઈ ઠાકર સહિતના બ્રહ્મસમાજ ના આગેવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આ કાર્યક્રમ માં પધારવા સમસ્ત બ્રહ્મસમાજ ને હાર્દિક નિમંત્રણ પાઠવાયું છે.

- text

- text