મોરબી જિલ્લામાં વધુ બે સ્વાઇન ફલૂ પોઝિટિવ કેસ નોંધાયા

- text


હળવદના સુંદરગઢ અને મોડપર ના બે યુવાનોને સ્વાઇન ફલૂ પોઝિટિવ : રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ

મોરબી : મોરબી જિલ્લામાં ધીમે ધીમે સ્વાઇન ફલૂનો ફૂફાળો વધી રહ્યો છે ત્યારે આજે મોરબી જિલ્લામાં વધુ બે સ્વાઇન ફલૂ પોઝિટિવ કિસ્સા નોંધાતા આરોગ્યતંત્ર દોડતું થયું છે.

રાજકોટ સ્વાઇન ફલૂ મોનીટરીંગ વિભાગના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આજે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સુંદરગઢ ગામના ૩૫ વર્ષના યુવાનને સ્વાઇન ફલૂ પોઝિટિવ જણાતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

- text

એજ રીતે મોરબી જિલ્લાના મોડપર ગામના ૪૫ વર્ષના યુવાનને પણ સ્વાઇન ફલૂ પોઝિટિવ આવતા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. દરમિયાન સ્વાઇન ફલૂ પોઝિટિવ કેસોની સંખ્યા વધતા મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યાનું જાણવા મળ્યું છે.

 

- text