મોરબીના ત્રણ પોલીસ જવાનો દ્વારા પદયાત્રિકોને રેડિયમ સ્ટીક વિતરણ

- text


અકસ્માત નિવારવા છેલ્લા આઠ વર્ષથી સેવા કાર્ય : ૮૦૦૦ પ્લાસ્ટિક સ્ટીકનું વિતરણ

મોરબી : મોરબીમાં પોલીસમાં ફરજ બજાવતા ત્રણ જવાનો દ્વારા માતાના મઢ જતા પદયાત્રિકો માટે છેલ્લા આઠ વર્ષથી અનોખો સેવા યજ્ઞ ચલાવી અકસ્માત નિવારવા રેડિયમ પ્લાસ્ટિક સ્ટીકનું વિતરણ કરવામાં આવે છે જેમાં ચાલુ વર્ષે ૮ હજાર પદયાત્રિકોને સ્ટીક વિતરણ કરવામાં આવ્યું હતું.

માતાના મઢ જતા પદયાત્રિકો રાત્રી દરમિયાન ઠંડા પહોરમાં ચાલતા હોય ત્યારે વાહન ચાલકોને દૂરથી પદયાત્રિકો દેખાય તે માટે મોરબી ટ્રાફિક પોલીસના જવાન વનરાજસિંહ રાણા, દેવાયતભાઈ ગોહિલ અને ગઢવીભાઈ દ્વારા છેલ્લા આઠ વર્ષથી પદયાત્રિકોને રેડિયમ સ્ટીક વિતરણ કરવામાં આવે છે.

- text

મોરબીથી સુરજબારી પુલ સુધીના વિસ્તારમાં પ્રતિવર્ષ પોલીસ જવાન દ્વારા આ સેવાકીય પ્રવૃત્તિ કરવાની સાથે પદયાત્રિકોને ચોકલેટ અને પીપરમેન્ટનું પણ વિતરણ કરવામાં આવે છે.

- text