વાંચે વાંકાનેર ! દર મહિનાના પહેલાં રવિવારે વાંચન પ્રેમીઓ માટે યોજાતું પુસ્તક પરબ

- text


શિક્ષકો અને યુવાનો દ્વારા પ્રેરણાદાયી કાર્ય

વાંકાનેર : વાંકાનેર શહેરમાં પુલ દરવાજા પાસે ફૂટપાથ પર શિક્ષકોની ટીમ દ્વારા પુસ્તક પરબ ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં દર મહિનાના પ્રથમ રવિવારે આશરે 3,500 જેટલા પુસ્તકો ગામલોકોને વિના મૂલ્યે વાંચવા માટે આપવામાં આવે છે. માતૃભાષા અભિયાન અમદાવાદના માર્ગદર્શન અને સહકાર દ્વારા જિલ્લાના વાંકાનેર શહેરમાં શિક્ષકો દ્વારા વર્ષ 2018થી પુસ્તક પરબનો એક નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે.

- text

આ અનોખા પુસ્તક પરબમાં વાંચનપ્રેમીઓને નવલકથાઓ, બાળવાર્તાઓ, જીવન ચરિત્ર, પ્રેરણાત્મક, સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ આધ્યાત્મિક પુસ્તકો હોય છે. આ પુસ્તક પરબના સેવા યજ્ઞમાં દાતાઓ દ્વારા પણ પુસ્તકો ભેટ આપવામાં આવે છે. જેમાં અલ્પેશ પટેલ, ડૉ.સતીશ પટેલ, રઘુવંશી અભિમન્યુ, જયદીપ ઉપાધ્યાય, સમીર સંઘવી, ડૉ. ધર્મિષ્ઠા હિંગળાજિયા, દીપકસિંહ ઝાલા વગેરે દાતાઓ દ્વારા યોગદાન આપવામાં આવ્યું છે. આ પુસ્તક પરબ ચલાવવા વાંકાનેરના શિક્ષકો, યુવાનો સહિતના દ્વારા સેવા પૂરી પાડવામાં આવે છે.

- text