Morbi : કેમિકલ ફેકટરીમાં ગુંગણામણથી બે શ્રમિકના મોત, બે ગંભીર

- text


કેમિકલ ફેકટરીનો પ્લાન્ટ બંધ હોય ટાકીની સાફસફાઈ દરમિયાન બનેલી ઘટના

મોરબી : મોરબી તાલુકાના ખારચિયા નજીક આવેલ બંધ કેમિકલ ફેકટરીમાં ટાંકી સાફ કરવા ઉતરેલા બે શ્રમિકના ગૂંગળાઈ જવાથી મોત નિપજ્યા છે જ્યારે અન્ય બે શ્રમિક બેભાન બની જતા સારવારમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં મોરબી તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના આમરણ નજીક આવેલ ખારચિયા પાસે આવેલ બાયઝોનીક લાઈફ સાયન્સ નામની ફેક્ટરીમાં ગુરુવારે બપોરના સમયે ફેક્ટરીની ટાંકી સાફ સફાઈ કરવા માટે મંગળભાઈ મનુભાઇ, અનંતું અનુપભાઈ, વિકાસ બાબુભાઈ ડામોર અને અમરસિંગ નામના શ્રમિક ટાંકીમા ઉતર્યા હતા બાદમાં અંદર ગુગણામણ થતા બેભાન બની જતા મજૂરો તેમણે તાત્કાલિક બાહર કાઢી સારવાર માટે મોરબી ખસેડયા હતા.

- text

વધુમાં આ દુર્ઘટનામાં મંગળભાઈ અને અનંત ઘોસાલ નામના શ્રમિકના મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળે છે. જ્યારે અન્ય બે શ્રમિકને સારવારમા ખસેડવામાં આવ્યા છે. હાલમાં મોરબી તાલુકા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

- text