હળવદમાં પ્રસૂતાની પીડાથી કણસતી ગૌમાતાની વ્હારે ડોકટરો અને ગૌપ્રેમીઓ, અધૂરા માસે વાછરડાનો જન્મ

- text


શહેરના જોશી ફળી વિસ્તારનો બનાવ : ગર્ભવતી ગૌ માતાને રઝળતી ન મુકવા ગૌપ્રેમીઓની અપીલ

હળવદ : હળવદ શહેરના જોશી ફળી વિસ્તારમાં આજે બપોરના સમયે એક ગૌમાતા ત્રણ કે ચાર કલાકથી પ્રસુતાની પીડા થી પીડાતા હોય, તે અંગે સ્થાનિક સેવાભાવી લોકોએ ગૌસેવકો ને અને ગૌમાતાના માલિકની શોધ કરી તેમને આ વાતની જાણ કરતા સૌપ્રથમ ગૌભક્તોએ એક સાથે ત્રણ પશુ ડોકટરને બોલાવી ગૌમાતાની ત્વરિત સારવાર કરતાં સફળતા પૂર્વક ડિલિવરી થઈ હતી. પરંતુ કુપોષિત વાછરાડાનો જન્મ થયો હતો અને છેલ્લા ત્રણ થી ચાર કલાક થી પીડાતા ગૌમાતાને પીડામાંથી મુક્તિ મળી હતી અને ગૌમાતાને દવાના બાટલા અને જરૂરી ઇન્જેક્શન થકી સારવાર કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખની એ છે કે હળવદમાં એક અઠવાડિયામાં વિવિધ વિસ્તારમાં રસ્તે ફરતી ગૌમાતાની સરેરાશ ૪ થી ૫ આવી ઘટનાઓ બની છે કે ક્યાંક ગૌમાતા વિહાય તો તાજા જન્મેલ વાંછરડી કે વાંછરડાને કૂતરા કે ભૂંડ ઇજા પહોંચાડે છે. તો ક્યાંક પ્રસુતાની પીડા સમયે ગૌમાતા ખુબ રીબાય છે અને કોઈક કિસ્સામાં જન્મ લેનાર વાછરડા/વાછરડી જીવ ગુમાવે છે. તો કોઈ કિસ્સામાં ગૌમાતા અને જન્મ લેનાર વાંછરડુ બંને જીવ ગુમાવતા હોઈ છે. ત્યારે હળવદના ગૌભકત તપનભાઈ દવે દ્વારા તમામ ગૌપાલકોને જાહેર વિનંતી અને પ્રાર્થના સાથે જણાવાયુ છે કે ગૌમાતા ગર્ભવતી હોઈ ત્યારે ખાસ કાળજી લેશો. જેથી તે પીડાય નહિ અને શાંતિ પૂર્વક તેમની ડિલિવરી થઈ શકે. ભવિષ્યમાં ગૌમાતા આવી રીતે પીડાય નહિ તે માટે ગૌપાલકોને ગર્ભવતી ગૌમાતાને વીહાવાને અઠવાડિયું કે દસ દિવસ તેને પોતાના ખીલે બાંધી તેની ચાકરી કરવા અનુરોધ કર્યો છે.

- text

- text