Morbi : લાલપર ગોડાઉનમાંથી દર અઠવડીયાએ દારૂની બે ગાડીનું કટિંગ કરવાં આવતું હતું..

- text


અમદાવાદના શખ્સે ગોડાઉન ભાડે રાખી રાજસ્થાની બુટલેગર સાથે ભાગમાં દારૂનો ધંધો શરૂ કર્યો હતો

લાલપર ગોડાઉનમાંથી એસએમસીએ 3210 પેટી દારૂ સહિત 2.18 કરોડનો મુદ્દામાલ ઝડપી લીધો

મોરબી : ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે મંગળવારની રાત્રીના મોરબી – વાંકાનેર હાઇવે ઉપર લાલપર નજીક ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ગોડાઉન ભાડે રાખી મોટાપાયે કરવામાં આવતા વિદેશી દારૂના ધંધાની પોલ ખોલી નાખી રૂપિયા 1.51 કરોડની 3210 પેટી દારૂ અને 66 લાખના વાહનો તેમજ અઢી લાખ રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી દસ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

મોરબીના લાલપર નજીક ચાલતા દારૂના ગોરખધંધા ઉપર એસએમસી એટલે કે, સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમે દરોડા બાદ ડીવાયએસપી કે.ટી. કામરીયાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે અમદાવાદના જીમિત શંકરલાલ પટેલ નામના શખ્સે લાલપરના ભવાનીસિંગ પાસેથી પાંચ મહિના પહેલા ગોડાઉન ભાડે રાખી દારૂનું મોટાપ્રમાણમાં કટિંગ કરવાની શરૂ કર્યું હોવાની બાતમી એસએમસીની મળતા દરોડો પાડી 1.51 કરોડનો 61000 બોટલ એટલે કે 3210 પેટી દારૂ, 7 વાહનો કિંમત રૂપિયા 66 લાખ, 10 મોબાઈલ ફોન ક
કબ્જે કરી દસ આરોપીઓને અટકાયતમાં લેવામાં આવ્યા છે.

વધુમાં અમદાવાદના જીમિત પટેલ નામના આરોપી દ્વારા રાજસ્થાનના ભરત મારવાડી અને રાજા રામ મારવાડી પાસેથી દારૂ મંગાવી બાદમાં અહીં મોરબી, વાંકાનેર, હળવદ,થાન અને ચોટીલા સહિતના સ્થળોએ દારૂ વેચાણ કરવામાં આવતો હોવાની પકડાયેલ આરોપીઓએ કબૂલાત આપી હતી. સાથે જ આરોપી જીમિતે કચ્છના રમેશ પુંજા પટ્ટણી નામના શખ્સને દારૂના ધંધામાં કેશિયર તરીકે નોકરીએ રાખ્યો હોવાનું અને બધો જ વહીવટ રમેશ કરતો હોવાનું તપાસમાં ખુલ્યું છે. હાલમાં એસએમસીએ રમેશની પૂછતાછ કરતા અઠવડીયામાં બે ગાડીનું કટિંગ કરવાં આવતું હોવાની કબૂલાત આપી હોવાનું ડીવાયએસપી કામરીયાએ જણાવ્યું હતું. જો કે, આટલા મોટાપ્રમાણમાં દારૂનું કટિંગ થતું હોવા છતાં સ્થાનિક પોલીસ કેમ અંધારામાં રહી તે તપાસનો વિષય બન્યો છે. હાલ તો એસએમસીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં દસ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધાવવા તજવીજ શરૂ કરી છે. જો કે ગોડાઉન ભાડે રાખી દારૂનો ધંધો કરનાર જીમિત પટેલ અને રાજસ્થાનના બે શખ્સ હજુ હાથ લાગ્યા ન હોય ત્રણેયને ફરાર દર્શાવવામાં આવ્યા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text