20 માર્ચનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

- text


મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 20 માર્ચ, 2024 છે. આજે વિશ્વ મસ્તક ઇજા જાગૃતિ દિન, વિશ્વ વાર્તા દિવસ, આંતરરાષ્ટ્રીય જ્યોતિષ વિજ્ઞાન દિવસ અને વિશ્વ ચકલી દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ ફાગણ, પક્ષ સુદ, તિથિ અગિયારસ, વાર બુધ છે. ત્યારે જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મહત્વપૂર્ણ ઘટનાઓ

1602 – ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું ગઠન થયું.
1739 – નાદિરશાહે દિલ્હી સલ્તનત પર કબજો કર્યો. મોર સિંહાસનના દાગીનાની ચોરી કરી અને બે મહિના સુધી દિલ્હીમાં લૂંટફાટ મચાવી.
1852 – ‘હેરિયેટ બીચર સ્ટોવે’ પ્રખ્યાત નવલકથા અંકલ ટોમ`સ કેબિન (Uncle Tom’s Cabin) પ્રકાશિત કરી.

1916 – આલ્બર્ટ આઇનસ્ટાઇને પોતાનો સાપેક્ષવાદનો સામાન્ય સિદ્ધાંત (theory of relativity) પ્રકાશિત કર્યો.
1990 – મધ્યરાત્રિએ નામિબિયાની સ્વતંત્રતાની ઘોષણા.
1991 – બેગમ ખાલિદા ઝિયા બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.
1995 – ટોક્યો ભૂગર્ભ રેલ પર ‘સારિન ગેસ’ હુમલામાં ૧૨ મૃત્યુ અને ૧,૩૦૦ લોકો ઘવાયા.
1996 – દલિત ખ્રિસ્તી આરક્ષણ અધ્યાદેશ પર હસ્તાક્ષર કરવાની ભારતના રાષ્ટ્રપતિની ના.
1999 – જાણીતા બ્રિટિશ અમૂર્ત ચિત્રકાર પેટ્રિક હેરોનનું અવસાન થયું.

2002 – નેપાળના વડા પ્રધાન શેર બહાદુર દેઉબા 6 દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા. ઝિમ્બાબ્વેને કોમનવેલ્થમાંથી સસ્પેન્ડ કરાયું.
2003 – ઇરાક પર અમેરિકાએ હુમલો કર્યો.
2006 – અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીએ દાવો કર્યો કે ઓસામા બિન લાદેન પાકિસ્તાનમાં છે.
2009 – જસ્ટિસ ચંદ્રમૌલી કુમાર પ્રસાદની અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી.
2010 – વિશ્વ ચકલી દિવસની ઉજવણીની શરૂઆત થઇ.

પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ

1782 – કર્નલ ટોડ – અંગ્રેજ અધિકારી અને ઈતિહાસકાર, જેમને રાજસ્થાનના ઈતિહાસનો પ્રથમ માર્ગ પ્રસ્થાપિત કરવાનો શ્રેય આપવામાં આવે છે.
1966 – અલકા યાજ્ઞિક – પ્રખ્યાત પ્લેબેક સિંગર.
1982 – નિશા મિલેટ – ભારતીય પ્રખ્યાત તરવૈયા.
1973 – અર્જુન અટવાલ – ભારતના પ્રથમ ગોલ્ફ ખેલાડી.
1987 – કંગના રનૌત – હિન્દી ફિલ્મોની અભિનેત્રી.
1615 – દારા શિકોહ – મુગલ સમ્રાટ શાહજહાં અને મુમતાઝ મહેલનો સૌથી મોટો પુત્ર હતો.

- text

પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ

1351 – તઘલખ વંશના બાદશાહ મહમંદ તઘલખનું અવસાન
1727 – આઇઝેક ન્યૂટન – મહાન વૈજ્ઞાનિક.

1925 – હિન્દના એક વખતના ગવર્નર જનરલ લોર્ડ કર્ઝનનું અવસાન
1943 – એસ. સત્યમૂર્તિ – ભારતના ક્રાંતિકારી નેતા.
1943 – શશિભૂષણ રથ – ‘ઉડિયા પત્રકારત્વના પિતા’ અને સ્વતંત્રતા સેનાની.
1970 – જયપાલ સિંહ – ભારતીય હોકીના પ્રખ્યાત ખેલાડી.
1972 – પ્રેમનાથ ડોગરા – જમ્મુ અને કાશ્મીરના નેતા.
1995 – રોહિત મહેતા – પ્રખ્યાત સાહિત્યકાર, વિચારક, લેખક, ફિલોસોફર, ટીકાકાર અને સ્વાતંત્ર્ય સેનાની.

2008 – સોભન બાબુ – ભારતીય અભિનેતા.
2011 – બોબ ક્રિસ્ટો – ભારતીય ફિલ્મોની અભિનેત્રી.
2014 – ખુશવંત સિંહ – ભારતના પ્રખ્યાત પત્રકાર, લેખક, નવલકથાકાર અને ઇતિહાસકાર.
2015 – માલ્કમ ફ્રેઝર – ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન.

(અહીં આપેલી વિગતોનું સંકલન ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર કરેલું છે.)


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text