મોરબીના અણિયારી નજીકથી બે બાઈક ચોરાયા

- text


મોરબી : મોરબી તાલુકાના અણિયારી નજીકથી બે અલગ અલગ કિસ્સામાં બે બાઈક અજાણ્યા તસ્કરો ચોરી કરી લઇ જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં બાઈક ચોરી અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

પ્રથમ બાઈક ચોરીના કિસ્સામાં અણિયારી ગામે રહેતા ખેડૂત પ્રવીણભાઈ મનજીભાઇ લોરીયાના ઘર બહાર પાર્ક કરેલ રૂપિયા 20 હજારનું બાઈક કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી લઇ જતા ફરિયાદ નોંધાઈ છે. જયારે બીજા કિસ્સામાં અણિયારી ગામે દિનેશભાઇ પટેલની વાડીમાં રહી ખેત-મજૂરી કરતા સુકાભાઈ ભૂદરીયાભાઈ વસુનીયાનું 40 હજારની કિંમતનું બાઈક અણિયારી ગામે પાધેડા નામની સીમ પાસેથી ચોરી થઇ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઉપરોક્ત બંને બાઈક ચોરીની ફરિયાદના આધારે તાલુકા પોલીસે અજાણ્યા ચોર ઈસમો સામે ગુનો દાખલ કરી જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text