મોરબીમાં કષ્ટો વેઠીને પણ હોંશે હોંશે પરીક્ષા આપતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ

- text


જિલ્લામાં ધો. 10 માં 39 અને ધો. 12 માં 19 દિવ્યાંગ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે

મોરબી : કદમ અસ્થિર હો એને કદી રસ્તો જડતો નથી, અડગ મનનાં મુસાફરને હિમાલય પણ નડતો નથી…. હાલમાં સમગ્ર રાજ્યમાં ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે લગાન ફિલ્મના ચલે ચલો… કોઈ હમસે જીતના પાયે ચલે ચલો… ગીતને સાર્થક કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ અનેક કષ્ટ અને મુશ્કેલીઓ વેઠીને પણ હોંશે હોંશે પરીક્ષા આપી રહ્યા છે આ વિદ્યાર્થીઓને દરેક સેન્ટરમાં નીચેનો બ્લોક ફાળવવામાં આવે છે અને તેને લખવા માટે લહ્યાની જરૂર હોય તો તે પણ આપે છે અને તેને પેપર લખવા માટે 30 મીનીટનો સમય વધુ ફાળવવામાં આવે છે, મોરબી જિલ્લામાં ધો. 10માં 39 અને ધો 12માં 19 દિવ્યાંગ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જેમાં સાયન્સમાં 4 અને સામાન્ય પ્રવાહના 15 વિદ્યાર્થીઓ છે.

મોરબી જિલ્લામા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં સામાન્ય વિદ્યાર્થીઓની સાથે અડગ મનના માનવી કહી શકાય તેવા દિવ્યાંગો પણ હોંશભેર પરીક્ષા આપી રહ્યા છે, મોરબી જિલ્લામા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જેમાં ધોરણ 10માં મોરબીમાં 13, વાંકાનેરમાં 4, ટંકારામાં 3, હળવદમાં 9, ચંદ્રપુરમાં 2, પીપળીયામાં 6 અને પીપળીયારાજમાં 2 દિવ્યાંગ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જ્યારે ધોરણ 12મા પણ 19 દિવ્યાંગ વિદ્યાર્થીઓ અલગ અલગ પરીક્ષા કેન્દ્રમાં જુસ્સા અને સફળ થવાની આશા સાથે પરીક્ષા આપી રહ્યા છે.

ડીજેપી કન્યા વિદ્યાલયમાં ધો. 10 માં પરીક્ષા આપતો દિવ્યાંગ ભાવિન નરેન્દ્રભાઈ કંજારીયા કહે છે કે મને જન્મથી કેલ્શિયમની ખામી છે, એટલે ચાલવામાં ઘણી તકલીફ પડે છે. હું વ્હીલચેર સિવાય હલન ચલન નથી કરી શકતો. અને ચાલુ તો તરત કેલ્શિયમની ખામીના કારણે હાડકા ભાંગી જાય છે અત્યાર સુધીમાં મે 20 જેટલા હાથ પગના હાડકાના ઓપરેશન કરાવ્યાં છે. અને મારા બધા પેપેર સારા જાય છે. મારુ સ્વપ્ન છે કે મારે બોર્ડની પરીક્ષામાં સારા માર્કે ઉતીર્ણ થઈને તાલાટી મંત્રી બનવું છે. અને ગામ લોકોની સેવા કરવી છે. ભાવિનને તેડવા – મુકવા આવતા તેના અદા ભરતભાઈ કહે છે તેના પિતા કોરોનમાં મૃત્યુ પામ્યા છે. તેને જન્મથી જ આ ખામી છે. તેને બીજા કોઈ તેડે તો પણ તરત હાડકા ભાંગી જાય છે

મોરબીની મહાત્મા ગાંધી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો દિવ્યાંગ વિદ્યાર્થી ચાવડા રમેશ હેમુભાઈ જણાવે છે કે મને માત્ર 10 ટકા જ દેખાય છે. 90 ટકા આંખ ખરાબ છે. પેપર લખવામાં થોડી તકલીફ તો પડે છે. પરંતુ જાતે લખવાની મજા આવે છે. મારે આંખમાં 12 અને 15 નંબર હોવાથી વાંચવા લખવામાં પણ તકલીફ પડે છે. છતાં હું સારા માર્કે પાસ થઇશ અને આગળ જઈને મારે ફોરેસ્ટર બનવાની ઈચ્છા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text